મુંબઇ, સુપરસ્ટાર રજનીકાન્ત અને સાઉથના વિજય થલપતિના ફૅન્સ વચ્ચે સોશ્યલ મીડિયામાં વૉર શરૂ થઈ ગઈ છે. એનું કારણ છે રજનીકાન્તે તેમની આગામી ફિલ્મ ’લાલ સલામ’ના ઑડિયો લૉન્ચ દરમ્યાન કાગડા અને ઈગલની સ્ટોરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમની આ સ્પીચ બાદ સોશ્યલ મીડિયામાં તેમના ફૅન્સ આપસમાં લડી રહ્યા છે. આ વૉરને શાંત પાડતાં રજનીકાન્તે કહ્યું કે ’કાગડા અને ઈગલની સ્ટોરીને અલગ જ અર્થ કાઢવામાં આવ્યો છે.
સોશ્યલ મીડિયામાં અનેક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે આ વાક્ય વિજય થલપતિની વિરુદ્ધમાં છે. એ ખરેખર નિરાશ કરે છે. વિજય મારી નજર સામે મોટો થયો છે. વિજય ઍક્ટર બની ગયો અને આજે તેની શિસ્ત, સખત મહેનત અને ટૅલન્ટને કારણે તે ટૉપ પર છે.
હવે તે પૉલિટિક્સમાં જવાનો છે. અમારી બન્ને વચ્ચે કૉમ્પિટિશન છે એવું સાંભળીને દુ:ખ થાય છે. વિજયે પણ કહ્યું હતું કે તેની મારી સાથે સ્પર્ધા છે. એ ખરેખર અપમાનજનક લાગે છે.’