વિજય અને અમિતાભને પાછળ છોડી કિંગ ખાન બન્યો સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સ્ટાર

શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે અને આ વાતને કોઈ નકારી શકે નહીં. નવીનતમ અહેવાલ મુજબ, સુપરસ્ટાર નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી તરીકે ઉભરી આવ્યો છે. તે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને દલપતિ વિજયને પાછળ છોડીને ૯૨ કરોડ રૂપિયાના યોગદાન સાથે યાદીમાં પ્રથમ સ્થાને છે.

ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાન પછી આ યાદીમાં બીજું નામ સાઉથના સુપરસ્ટાર દલપતિ વિજયનું છે. વિજય આ યાદીમાં ૮૦ કરોડ રૂપિયાના ટેક્સ પેમેન્ટ સાથે બીજા નંબરે છે. તે જ સમયે, ૭૫ કરોડનો ટેક્સ ચૂકવીને આ યાદીમાં ત્રીજા સ્થાને સલમાન ખાન છે.

અહેવાલ મુજબ, પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન રૂ. ૭૧ કરોડની કર ચૂકવણી સાથે ચોથા ક્રમે છે. નાગ અશ્ર્વિન દ્વારા નિર્દેશિત બ્લોકબસ્ટર ફિલ્મ ’કલ્કી ૨૮૯૮ એડી’માં મેગાસ્ટારની તાજેતરની ભૂમિકાએ તેની કમાણીમાં વધારો કર્યો છે. આ યાદીમાં મનોરંજન જગતના સ્ટાર્સ ઉપરાંત ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ ૬૬ કરોડ રૂપિયાનું યોગદાન આપીને યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને રણબીર કપૂર પણ આ યાદીમાં સામેલ છે, જેમણે અનુક્રમે રૂ. ૪૨ કરોડ અને રૂ. ૩૬ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. આ યાદીમાં કોમેડિયન કપિલ શર્મા અને બોલિવૂડ સ્ટાર્સ કરીના કપૂર, શાહિદ કપૂર અને કેટરિના કૈફ સહિત અન્ય ઘણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે, જેમનું ટેક્સ ફાળો રૂ. ૧૧ કરોડથી રૂ. ૨૬ કરોડની વચ્ચે છે.

સ્ટાર નામ કર ચુકવણી

શાહરૂખ ખાન રૂ. ૯૨ કરોડ

દલપતિ વિજય રૂ. ૮૦ કરોડ

સલમાન ખાન રૂ. ૭૫ કરોડ

અમિતાભ બચ્ચન રૂ. ૭૧ કરોડ

વિરાટ કોહલી રૂ. ૬૬ કરોડ

અજય દેવગન રૂ. ૪૨ કરોડ

એમએસ ધોની રૂ. ૩૮ કરોડ

રણબીર કપૂર રૂ. ૩૬ કરોડ

સચિન તેંડુલકર રૂ. ૨૮ કરોડ

રિતિક રોશન રૂ. ૨૮ કરોડ

કપિલ શર્મા રૂ. ૨૬ કરોડ