વીજ સમસ્યાથી પરેશાન ઝાલોદના રણીયાર ગામમાં લો વોલ્ટેજની સમસ્યા દૂર કરવા ગ્રામજનોની રજૂઆત, નવું ડીપી નાંખવાની માંગ

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ગામે વિજપુરવઠાને લઈનૈ વારંવાર હેરાનગતિ થતી હોવાના કારણે રણીયાર ગામની નવિન ડી.પી. નાખવા ગ્રામજનોએ લીમડી એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમા આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

ઝાલોદ તાલુકાના રણીયાર ગામમાં લાંબા સમયથી વીજપુરવઠા સંબંધિત ગંભીર સમસ્યાઓનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે, રણીયાર ગામે લો-વોલ્ટેજ તેમજ હાઈવોલ્ટેજની સમસ્યાઓ અંગે વારંવાર લીમડી મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો સમાધાન કરવામાં આવતું નથી, વીજ કંપની તરફથી આ મુદ્દાનું નિરાકરણ લાવવા અને વીજ પુરવઠાની ગુણવત્તા પ્રદાન કરવા માટે કોઈ યૌગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે સબસ્ટેશન ઉપર જાણ કરવા માટે ગ્રાહકો દ્વારા ફોન કરવામાં આવે છે. ત્યારે ત્યાંના અધિકારી દ્વારા વ્યવસ્થિત જવાબ આપવા આવતો નથી, આખા ઉનાળા દરમિયાન પ્રીમોનસુંન કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. તેમજ થોડા વરસાદમાં વીજપુરવઠો બંધ કરવામાં આવે છે. થોડા વાદળ અને પવન શરૂ થતાં જ વીજપુરવઠો બંધ કરી દેવામાં આવે છે. આથી ગામમા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નાગરિકને હેરાનગતિનો સામનો કરવામાં આવી રહીયો છે. ઘર વપરાશના ઇલેક્ટ્રિકલ સાધન ચાલુ કરવાથી વોલ્ટેજ ઘટી જાય છે, જે ઘર માં રાખેલા ઇલેક્ટ્રિક સાધનો માટે ઘણુ નુકસાન પહોચતુ હોવાનો ગ્રામજનોએ રજુઆતમાં જણાવ્યું હતું. ગ્રામજનોએ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો ઉકેલ લાવીને મુશ્કેલી દૂર કરવામા આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.