દે.બારીયા,
ગુજરાત રાજ્ય હસ્તકની 80ના દાયકાની જી.ઈ.બી. એટલે ગુજરાત ઈલેકટ્રીક બોર્ડ હતું. તેને નાબુદ કરી ખાનગી કંપનીને ગુજરાતની સરકારે સૌ પ્રથમ ખાનગીકરણ તરફનું પ્રથમ પગલું હતું. આને ક્રાંતિકારી પગલું કહો કે ખાનગીકરણ નાતે આમ જનતાને લુટવાનો મોટો ધંધો કહો તે અતિયોગ્ય કહેવાશે. નવી પાર્ટી જેને માંડ દસ વર્ષ પાપા પગલે ચાણી દિલ્હી, પંજાબમાં અને હાલમાં એમ.સી.ડી.નો ચુંટણીમાં જંગી બહુમતી સાથે સત્તા હાંસલ કરી તે પણ એક જ વિજળીના બીલ જીરો પેમેન્ટ ઉ5ર અને આપ પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં આ જીરો વિજળીના બીલની ધોષણા સાથે વોટ માંગીને નેશનલ પાર્ટીનુંં બિરૂદ મેળવી લીધું છે. દિલ્હી અને પંજાબમાં વિજળીના બીલ જીરો આવે છે. તે ગ્રાહકોના મંતવ્યો છે.
મળતી માહિતી અનુસાર દે.બારીયા શહેરી વિસ્તારોમાં તા.3/1/2023ના બુધવારની વહેલી સવારે 6-00 કલાકે વીજ કંપનીનો સ્કવોડ લાવ લશ્કર સાથે શહેરના ચુનીંદા વિસ્તારો જેવાં કે, ભે દરવાજા, નીચવાસ કસ્બા, કાપડી પીઠા જેવા વિસ્તારોમાં વિજળી મીટર ચેકીંગનો અભિયાન શરૂ કરી 9-00 કલાક સુધી ચાલુ રાખ્યું હતું. જેમાં કેટલી રકમ વીજ ચોરી પકડવામાં આવી હતી. તે અંગેની ચોકકસ માહિતી મળી નથી. છેલ્લા બે વીજ ચોરીના છાપાઓમાં એક ચોકકસ કોમ્યુનીટીના વિસ્તારોને ટારગેટ કરાયા છે. શું ? અન્ય વિસ્તારોમાં કેમ નહિ તે યક્ષ પ્રશ્ર્ન છે.
જે પ્રમાણે મોબાઈલનું રીચાર્જ માટે સીમ કાર્ડનો ઉપયોગ કરી બેલેન્સ થાય છે તે પ્રમાણે વિજળીના મીટરોમાં આધુનિકતા સાથે મેકીંગ ઈન્ડીયાને સાર્થક કરી બનાવવું વિજળીના મીટરોમાં કાર્ડના દ્વારા બેલેન્સ વાળી નવિન ટેકનોલોજી અપનાવવાનો સમય આવી ગયો છે. તેનાથી વિજની ખપત અને વિજ ચોરીમાં ખાસ્સો તફાવત જોવા મળશે. હાલમાં તો વિજ ચોરી કરનારા રીઢા ગુનેગારો બનાવી ખુદ વિજ કંપનીએ બનાવી દીધા છે. રાજ્યમાં વિજ કંપની છ ઝોનમાં વહેંચાયેલું છે. તેમાં પી.જી.વી.સી.એલ., એમ.જી.વી.સી.એલ., યુ.જી.વી.સી.એલ., ડી.જી.વી.સી.એલ., GETCO, GSFCL આ ઝોનોમાં અનેક હોદ્દાઓના કર્મચારીઓ કામે લાગેલા રહે છે. ઈલેકટ્રીકલ એન્જીનિયર, ઈલેકટ્રીક આસીસ્ટન્સ તથા મીટર રીડર, મીટર ટેસ્ટર ગે્રડ-3, વાયરમેન એપ્રેન્ટીસો પણ કાર્યરત છે. તો ગરવી ગુજરાત દેશને મોડેલ રૂપી ઉદાહરણ પુરૂ પાડવું પડશે અને ગુજરાતની સંવેદન અને ગતિશીલ સરકારે આગળ આવી વિજળીની બચત માટે ક્રાંતિકારી નવી ટેકનોલોજી વિકસાવીને દેશને ગુજરાત મોડેલનું ઉદાહરણ પુરૂ પાડે પરંતુ એ ફાસ્ટ ટ્રેક ઉપર 2024ની કેન્દ્રની ચુંટણીના પહેલા તો જ ગુજરાત મોડેલ નામના મેળવશે.