વિજ્ઞાન પ્રવાહની ધોરણ ૧૨ની તમામ વિષયની પુન: પરીક્ષા લેવામાં આવશે

ગાંધીનગર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાયના વિધાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેનેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાયમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન અને વરિ સચિવઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્રારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં, ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુન:પરીક્ષા જુનજુલાઇ માસમાં યોજવા. ધો-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિધાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુન: પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે તે ગ્રાહ્ય રાખવામાં આવશે.?

ધો-૧૦ માં હાલ અનુર્તીણ થયેલ વિધાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિધાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.

ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ર્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્ર્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્ર્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્ર્નોમાં જનરલ વિકલ્પ અપાશે.ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા યથાવત રાખવા તેમજ પ૦ ટકા વર્ણનાત્મક પ્રશ્ર્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્ર્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્રારા આ સંદર્ભના જરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.