નવીદિલ્હી, દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં તિહાડ જેલમાં બધં સીએમ અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી નથી થઈ રહી. તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. ત્યારે વિજિલન્સ વિભાગે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઇડીએ તેમને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યારબાદ વિજિલન્સ વિભાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની નિમણૂકને અયોગ્ય ગણી હતી.
વિજિલન્સ વિભાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ એટલે કે ખાનગી સચિવ વિભવ કુમારની નિમણૂકને યોગ્ય ગણી નથી. વિજિલન્સ વિભાગના સ્પેશીયલ સેક્રેટરી વાયવીવીજે રાજશેખર દ્રારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કુમારની સેવાઓ તાત્કાલિક બધં આવી છે. વિભવ કુમારની નિમણૂક માટે નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનું પ્રમાણિકપણે પાલન કરવામાં આવ્યું ન હતું. આવી નિમણૂક ગેરકાયદેસર અને અમાન્ય છે. કથિત દા કૌભાંડ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમે સોમવારે, ૮ એપ્રિલના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવની પૂછપરછ કરી હતી. પીએમએલએના નિયમો અનુસાર તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. ઇડીની ચાર્જશીટ મુજબ, પીએ વિભવ કુમારે ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૨ વચ્ચે ચાર વખત મોબાઈલનો આઇએમઇઆઇ બદલ્યો છે. આ પહેલા પણ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમે લગભગ ૧૬ કલાક સુધી પીએના આવાસ પર દરોડા પાડા હતા. તે સમયે ઇડી પર પ્રહાર કરતા સીએમ કેજરીવાલે કહ્યું હતું કે આ બધું રાજકીય બદલાની ભાવનાથી થઈ રહ્યું છે. પ્રાઈવેટ સેક્રેટરી વિભવ કુમારના આવાસ પર દરોડા અંગે સીએમએ કહ્યું કે ૨૩ અધિકારીઓએ લગભગ ૧૬ કલાક સુધી દરોડા પાડા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈક્ધાર કરી દીધો હતો.