સરકાર ઉજવણીના તાયફા કરે છે, પરંતુ આ ઉજવણી શેના માટે કરવામાં આવી હતી તે ભૂલી જાય છે. ખેડા જિલ્લામાં પાંચ હજારથી વધારે સરકારી સાઇકલો ધૂળ ખાઈ રહી છે. આ સાઇકલો વિઠ્ઠલપુરાના ફાર્મમાં પડી રહી છે.
આ સાઇકલો શાળાકીય પ્રવેશોત્સવ વખતે આપવામાં વનારી હતી. હવે તે આપવામાં આવી નથી. તેથી હવે આ સાઇકલો વિદ્યાર્થીનીઓને ક્યારે આપવામાં આવશે તે સવાલ છે. મહેમદાવાદ અને ખેડામાં આ સાઇકલો આપવાની હતી અને તેમને હજી સુધી આ સાઇકલ અપાઈ કેમ નથી તે મોટો સવાલ છે.
ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. પરંતુ જો ઘણી એવી શાળાઓ છે કે જ્યા સરકારી યોજનાઓ ધૂળ ખાઈ રહીં છે. ખેડા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ૮૧૨ સાયકલો સડી રહીં છે. આખરે કેમ આ સાયકલો વિદ્યાર્થીનીઓને આપવામાં ના આવી? ખેડા જિલ્લામાં અત્યારે ૮૧૨ સાયકલો કાટ ખાઈ રહી છે. આ બેદરકારી માટે કોને જવાબદાર ગણવા? આખરે કેમ સરકારી પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે.
અગાઉ પણ પ્રવેશોત્સવમાં ૧૨૫૨ સાયકલો ફાળવવામાં આવી હતી. જો કે, મળતી માહિતી પ્રમાણે તેમાંથી તત્કાલીન સમયે ૪૨૬ સાયકલો લાભાર્થી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. પરંતુ ૮૧૨ સાયકલોનું વિતરણ આખરે કેમ ના કરવામાં આવ્યું? એવી તો શું તકલીફો હતી કે, ૮૧૨ વિદ્યાર્થીઓને સાયકલોથી વંચિત રાખવામાં આવ્યા? ઉલ્લેખનીય છે કે. છેલ્લા ૮ વર્ષથી ૮૧૨ સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે.
મહુધાના કુમાર કન્યા પ્રાથમિક શાળામાં ૧૫૦ સાયકલો પડી રહી છે, તો નડીઆદના ઉત્તરસંડામાં ૪૨૬ સાયકલો પડી રહી છે. આ સાથે કપડવંજની વાત કરવામાં આવે તો ત્યાં ૩૯ સાયકલો કાટ ખાઈ રહી છે, જ્યારે ખેડામાં ૧૧ સાયકલો ધૂળ ખાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ઠાસરાના વણોતીમાં ૧૮૬ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. હવે અહીં પ્રશ્ર્ન એ થાય છે કે, આખરે આવી બેદરકારી કેમ થઈ? અને બેદરકારી થઈ તો તેના માટે હવે જવાબદાર કોણ છે?
સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સાયકલો ફાળવવામાં આવી તેને વિદ્યાર્થીઓ સુધી કેમ પહોંચાડવામાં ના આવી? આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદકારી? ૮૧૨ જેટલી સાયકલો ધૂળ ખાઈ રહીં છે તેનો મતલબ કે ૮૧૨ જેટલ વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવ્યા છે.