વિધાર્થીનીને પ્રેમ કરવા દબાણ કરતા પાલીખંડાના યુવક સામે બાલાસિનોર રૂરલમાં ફરિયાદ નોંધાઈ

બાલાસિનોર, બાલાસિનોર નગરમાં એક સ્કુલમાં વિધાર્થીની અભ્યાસ અર્થે જતા લીમખેડા ગામનો યુવક પીછો કરી ખરાબ નજર રાખતા યુવતી દ્વારા બાલાસિનોર રૂરલ પોલીસ મથકે છેડતી સહિત પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

પાલીખંડા ગામનો ભરત ઉર્ફે ગોપાલ દિનેશ ભોઈ નામનો યુવક સ્કુલમાં ભણતી સગીરાનો અવાર નવાર પીછો કરી ખરાબ નજર રાખી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી કોલેજના ગેટ પાસે યુવતીની પાસે જઈ હાથ પકડી છેડતી કરતા યુવતી દ્વારા પોતાના પરિવારને આ બાબતે જાણ કરતા બાલાસિનોર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી ભરત ઉર્ફે ગોપાલ દિનેશ ભોઈ વિરુદ્ધ પોસ્કો સહિત છેડતીની ફરિયાદ મુજબ ગુનો નોંધાવવા પામ્યો હતો.