વિદ્યાનગર ખાતે યોજાયેલ “સર્જનમાં ભારતીયતા ” સેમિનારમાં પંચમહાલના સાહિત્ય સર્જકોએ ભાગ લીધો

ગોધરા,

ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી એક દિવસીય કાર્યશાળાનું આયોજન એમ.પી.પટેલ સભાગૃહ, સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર આણંદ ખાતે રાખવામાં આવ્યો હતો. સર્જનમાં ભારતીય વિચાર સર્જકોના સર્જનમાં ઉતરે તે માટે આ કાર્યક્રમમાં સાહિત્ય, કટાર લેખન, સ્તંભ લેખન, સોશિયલ મીડિયા, તથા બ્લોગ જેવા સામાજિક માધ્યમોમાં લેખનમાં ભારતીયતા અંગેનો મૂળ વિચાર સ્થપાય તેવા હેતુથી આ ‘ભારતીય વિચાર મંચ’ દ્વારા આ કાર્યશાળાનું આયોજન કર્યું હતું. જેમાં વિખ્યાત સર્જકો ઇન્દુબેન કાટદરે (પ્રસિદ્ધ લેખિકા), ધ્રુવભાઈ ભટ્ટ, સુદર્શન ઉપાધ્યાય (ઈન્ચાર્જ ગુજરાત સમાચાર), નરેશભાઈ વેદ, સૌરભભાઈ શાહ (પ્રસિદ્ધ નવલકથાકાર), શૈલેશભાઈ સગપરિયા, શિરીષભાઈ કાશીગર(જર્નાલિઝમ ડાયરેકટર), અર્પિતભાઈ પાટડીયા (જર્નાલિઝમ એક્સપર્ટ એસ પી યુનિ) દ્વારા ખૂબ સારી રીતે સાહિત્ય, કટાર લેખન,બ્લોગ અને સોશિયલ મીડિયા વિશે ખૂબ સારી માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં પંચમહાલમાંથી પણ સાહિત્ય સર્જકો સુકેશ પરીખ, મહેન્દ્ર પરમાર, રાજેન્દ્ર પરમાર સહિત યુવા પત્રકાર આશિષ બારીઆએ ભાગ લીધો હતો. ગુજરાતી સાહિત્ય સર્જનમાં ભારતીય વિચારને કેવી રીતે વણી લેવાય તે બાબતની સુંદર માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાતભરના જિલ્લાઓમાંથી સાહિત્ય સર્જકો, ન્યૂસ પેપર, એડિટરો, અખબાર માલિકો, પત્રકારો, બ્લોગ લેખકો, કટાર લેખકો, કોલમિસ્ટો, જર્નાલિઝમના વિધાર્થીઓ તથા મીડિયા સાથે સંકળાયેલા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.