ધોધંબા, ઘોઘંબા બસ સ્ટેન્ડ ઉપર એક અજાની યુવતી બેઠી હોવાનો રાજગઢ પોલીસને કોલ આવ્યો હતો. તેના અનુસંધાને રાજગઢ પોલીસ બનાવના સ્થળ ઉપર પહોંચી મહિલાની પૂછપરછ દરમિયાન મહિલા ભૂખી હોવાનું જણાય આવતા રાજગર પી.એસ.આઇ આર.એસ.રાઠોડએ મહિલા અને ભોજન કરાવી તેને પૂછપરછ કરતા મહિલા પાલ્લા ગામના કુવેચીયા ફળિયાની ગીતાબેન રાઠવા તેમના પિતાનું નામ કાળુભાઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા મહિલા 30 વર્ષ અગાઉ ઘર છોડીને ગયા હોવાનું જણાવેલ પોલીસે મહિલાને પાલ્લા ગામે તેના પરિવારની શોધખોળ કરી તેના માતાપિતાને સોંપી હતી. 30 વર્ષ બાદ ગૃહપ્રવેશથી પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી.
ઘોઘંબા તાલુકાના પાલ્લા કુવેચીયા ફળિયામાં રહેતી ગીતાબેન રાઠવાના લગ્ન 30 વર્ષ અગાઉ સમાજના રીતે રિવાજ મુજબ તેમના સમાજમાં થયા હતા. જેમાં ગીતાબેન બે બાળકોના માતા બની ત્યારબાદ એક માર્ગ અકસ્માતમાં તેના પતિનું મૃત્યુ થયા બાદ ગીતા અન્ય જ્ઞાતિના પુરૂષ સાથે ઘરેથી ભાગી ગયા બાદ પરિવારજને તેની સાથે સંબંધો કાપીનાંખી સંપર્ક બંધ કર્યો હતો. આ વાતને ત્રણ દાયકા વીત્યા હતા. તે દરમિયાન ગીતાબેન પોતાના બીજા પતિ સાથે ભુજ, વડોદરા, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં કડિયા કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા. તેમને બીજા પતિથી પણ સંતાન પ્રાપ્તિ થઈ હતી. 30 વર્ષના સંબંધો દરમિયાન પતિ મારઝુડ કરતો હોય ગીતાબેન બીજા પતિ તેમજ બાળકોને મૂકી પરત ઘોઘંબા આવી હતી. તેવામાં રાજગઢ પી.એસ.આઇ. આર.એસ.રાઠોડ પોલીસ ટીમ સાથે પહોંચી મહિલાના ઘરનું સરનામું શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. પરંતુ સમાજમાં પરિવારની આબરૂ લજવનાર પુત્રીને પોલીસની હાજરીમાં કચવાતા મને સ્વીકારી હતી.
અત્રે ઉલ્લેખના છે કે, આજની યુવા પેઢીમાં પ્રેમ સંબંધમાં અંધ બની ખોટા રસ્તો અપનાવે છે અને પોતાનું જીવન બરબાદ કરે છે. પ્રેમમાં સંબંધની ભાગેલી ગીતા રાઠવા 30 વર્ષે દુ:ખમાં વિતાવ્યા બાદ પરિવારની યાદ આવી ત્યારે યુવતીએ છેલ બટાઉ યુવાનોની જાળમાં ના ફસાઈ માં-બાપની આજ્ઞાનું પાલન કરવું જરૂરી બન્યું છે.