વિધવા પુત્રવધૂના સસરા તેની પાસેથી ભરણપોષણનો દાવો કરવાનો અધિકાર નથી.

મુંબઇ,ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૨૫ મુજબ પત્નીઓ, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ માટે જોગવાઈ છે. કોર્ટ, આ કલમ હેઠળ એવી વ્યક્તિને આદેશ આપી શકે છે કે જે તેની પત્નીના ભરણપોષણની અવગણના કરે છે અથવા તેને નકારે છે. તેને પોતાને અથવા તેના કાયદેસર અથવા ગેરકાયદેસર સગીર બાળક, પછી ભલે તે પરિણીત હોય કે ના હોય, અથવા એક બાળક, જેમાં ગેરકાયદેસર બાળક પણ સમાવેશ થાય છે, આમા પરિણીત દિકરી ન હોવી જોઈએ. જેને પુખ્ત વયના શારીરિક અથવા માનસિક રીતે વિકલાંગ હોવાનું માનવામાં આવે છે અથવા તેના પિતા અથવા માતા, જેઓ પોતાને જાળવવામાં અસમર્થ હોય તેમના માસિક ભરણપોષણ પૂરું કરવા માટે પતિ અથવા દિકરો બંધાયેલો છે.

જસ્ટિસ કિશોર સંતની સિંગલ બેન્ચે ૧૨ એપ્રિલે મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ન્યાયાધિકારી ગ્રામ ન્યાયાલય (સ્થાનિક અદાલત) દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારતી ૩૮ વર્ષીય મહિલા શોભા ટીડકે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો આદેશ આપ્યો હતો. અરજદારના મૃત પતિના માતા-પિતાને ભરણપોષણ કરવું જરૂરી નથી.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કામ કરતા શોભાના પતિનું અવસાન થયું હતું, જેના પગલે તેણે મુંબઈમાં સરકારી સંચાલિત જેજે હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. શોભા ટીડકેના સસરા કિશનરાવ ટીડકે (૬૮) અને કાંતાબાઈ ટીડકે (૬૦)એ દાવો કર્યો હતો કે તેમના પુત્રના મૃત્યુ પછી તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નહોતો અને તેથી તેમણે તેમની પુત્રવધુ પાસે ભરણપોષણની માંગ કરી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, શોભા તિડકેને કોઈના મદદથી નોકરી મળી હોવાના કોઈ સંકેત મળ્યા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે મૃતકનો પતિ એમએસઆરટીસીમાં નોકરી કરતો હતો, જ્યારે હવે અરજદાર (શોભા) રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પોસ્ટેડ છે. આમ તે સ્પષ્ટ છે કે નિમણૂક દયાના આધારે થઈ નથી. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, મૃતકના માતા-પિતાને તેમના પુત્રના મૃત્યુ બાદ વળતરની રકમ મળી હતી અને તેમની પાસે પોતાની જમીન અને પોતાનું ઘર પણ છે. મહત્વનું છે કે કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે જો પતિના મુત્યુ બાદ પુત્રવધુ પાસે સાસુ સસરા ભરણ પોષણ માગી શકે નહીં. કોર્ટે એ પણ કહ્યું કે, શોભા જે અરર્જીક્તા છે તેને નોકરી કોઈ લાગવક(દયા)ના આધારે મળી નથી.