વિધર્મી યુવકે સગીરાને પોતાની ખોટી ઓળખાણ આપી ૧૫ દિવસમાં ચાર વખત દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને દબોચ્યો.

અમદાવાદ,
વિધર્મીઓ પોતાની ખોટી ઓળખ આપી યુવતીઓને ફસાવવાનો કીમિયો રચતાં હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આવી ઘટના બની છે. મહત્વનું છે કે આ ઘટનામાંસગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે ગારમેન્ટના માલિક અને તેના ભાગીદારની ધરપકડ કરી છે.

દુકાન માલિકે પોતાનું નામ બદલી ૧૫ દિવસમાં ચાર વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કસ્ટડીમાં ઝડપાયેલા આરોપી મોનાર્ક ઈલિયાસ અને સુનિલ ગુપ્તા.જેમાંથી ઈલિયાસે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.તો અન્ય એક ઇસમે તેને મદદગારી કરી હોવાની ફરિયાદ છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં સગીરાની માતાએ પોતાની ૧૫ વર્ષની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે. એક વીધર્મી યુવક દ્વારા પોતાની ખોટી ઓળખ આપી સગીરા સાથે મિત્રતા કેળવી તેને લલચાવી અને ગારમેન્ટની દુકાનમાં જ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

દુકાનના માલિક મોનાર્ક ઈલિયાસ મુસ્લિમ હોવા છતાં પોતાની ખોટી ઓળખ યશ બતાવી હતી તેમજ તેના ભાગીદારને પણ આ વાત કોઈને નહીં કહેવાનું જણાવ્યું હતું અને સમગ્ર ઘટનાની જાણ ભાગીદારને પણ હોવાથી યુવતીની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાય હતી. જેના આધારે પોલીસે દુકાનના બંને માલિકોની ધરપકડ કરી છે.

૧૫ વર્ષની સગીરા મૂળ બિહારના છે અને ૨૦ વર્ષથી અહી રહે છે. સગીરા ગારમેન્ટની દુકાને ત્રણ મહિના પહેલા નોકરીમાં જોડાઈ હતી. દુકાનના માલિક ઈલિયાસ સાથે સગીરાનો પરિચય થયો અને આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યુ હતું. છેલ્લા ૧૫ દિવસમાં સમયગાળા દરમ્યાન દુકાનમાં આરોપી મુસ્લિમ યુવકે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું
આ દુકાનમાં મોનાર્ક ઈલિયાસ અને સુનીલ ગુપ્તા ભાગીદારો છે. સુનીલ દ્વારા સગીરાને ધમકી આપવામાં આવી છે. જેથી બન્ને વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. ઇસનપુર પોલીસે દુષ્કર્મ કેસમાં બન્ને આરોપીઓની ધરપક કરીને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ઇસનપુરમાં ગઇકાલે વિધર્મી યુવક દ્વારા યુવતીને દુષ્કર્મ તેમજ છેડતી સહિતની બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે. જેને લઇને હવે પોલીસ પણ સતર્ક બની છે.

Don`t copy text!