વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન સમયસર કેસો ચાલે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટનો હુકમ

દાહોદ,
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ની જાહેર કરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લામાં પોલીસ ખાતા તરફથી રજૂ થતા આરોપીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા ધ્યાને લેતા મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરીકે ઘણી વાર સબ ડીબીઝનલ મેજિસ્ટ્રેટ મુખ્ય મથકે હાજર ન હોવાને કારણે અથવા ફેરણી સમયે બહાર ગયા હોય તેવા પ્રસંગે સમયસર કેસો ચલાવવામાં મુશ્કેલી ઉભી ન થાય એ માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ 109 તથા કલમ 110 (જી) ના કેસમાં આરોપીઓને રજુ કરવા તથા કરવાપાત્ર તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવા માટે સબંધિત તાલુકાના મામલતદાર અને એકઝિક્યુટિવ મેજીસ્ટ્રેટઓને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન તા. 10-12-2022 સુધી તેમના કાર્યક્ષેત્રના ગામો પુરતા અધિકૃત કરવામાંનો હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ કર્યો છે.