ભોપાલ,
મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે તે પહેલાં જ રાજકીય પાર્ટીઓમાં પાર્ટી બદલવાનો દોર શરૂ થઈ ગયો છે. હવે ભારતી જનતા પાર્ટીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહના ગઢ ચાચૌડામાં મોટું ગાબડું પાડ્યું છે. કોંગ્રેસના પૂર્વ રાજ્ય મંત્રી અને ધારાસભ્ય રહેલાં હરભજન સિંહ મીણાની વહુ પ્રિયંકા મીણાએ પોતાના સેંકડો સમર્થકોની સાથે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા મીણાનું બીજેપીમાં જવું ચાચૌડા વિસ્તારમાં મોટી રાજકીય હલચલના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. પ્રિયંકાને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, પ્રદેશ પ્રભારી પી. મુરલી ધર રાવ, સંગઠન મહામંત્રી હિતાનંદે બીજેપીની સભ્યતા અપાવી છે.
પ્રિયંકા મીણાની સાથે જ રીવાના મઉગંજથી કોંગ્રેસની ટિકીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા મૃગેન્દ્ર સિંહે પણ કેસરિયો ખેસ પહેરી લીધો છે. જ્યારે બજરંગ દળના ક્ષેત્ર સંયોજક રાવ ઉદય પ્રતાપ પણ ભાજપમાં જોડાયા છે. જે મહાકૌશલમાં કામ કરી રહ્યા હતા. લગભગ ૪૫૦ જેટલાં કાર્યકર્ચાઓ પણ તેમની સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.
હવે પ્રિયંકા મીણાના ભાજપમાં જવાથી ચાચૌડામાં નવું રાજકીય સમીકરણ તૈયાર થઈ જશે. જોકે હાલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સભ્ય મમતા મીણા જોર શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. તેમને બીજેપીમાંથી ટિકીટના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ પ્રિયંકા મીણાના ભાજપ પ્રવેશથી મમતા મીણાની સામે એક હરિફ વધી જશે.
મય પ્રદેશની ચાચૌડી વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. ૨૦૧૩માં આ સીટ પર મમતા મીણાએ ચૂંટણી જીતી હતી. પરંતુ પછી ૨૦૧૮માં કોંગ્રેસે દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહને આ સીટ પરથી ટિકીટ આપી હતી. જે અહીંયાથી જીતી ગયા હતા. તમને જણાવી દઈએ કે ૧૯૯૪ની પેટાચૂંટણીમાં આ સીટ પરથી દિગ્વિજ સિંહને જીત મળી હતી. જેના પછી ૧૯૯૮, ૨૦૦૩ અને ૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીમાં ચાચૌડા પર કોંગ્રેસનો જ કબજો રહ્યો. આ સીટ પર પાંચ વખત કોંગ્રેસને તો ૨ વખત ભાજપને જીત મળી છે.