વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સંતરોડ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપરથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

  • મોરવા હડફ પોલીસે સંતરોડ ચેકપોસ્ટ પાસેથી એલપી ટ્રકમાંથી રૂપિયા 2,58,816 નો દારૂનો જથ્થો ઝડપી પાડયો.
  • દારૂના જથ્થા સાથે ડ્રાઇવર અને ક્લીનર ઝડપાયા.
  • પોલીસે દારૂ નો જથ્થો તેમજ એલ.પી ટ્રક સહિત કુલ મળીને રૂપિયા 10,64,816 મુદ્દામાલ કબજે કર્યો.
    શહેરા,
    મોરવા હડફ ના સંતરોડ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપરથી વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસે એલ.પી. ટ્રક માંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ એલ.પી ટ્રક સહિત કુલ મળીને રૂપિયા 10,64,816 મુદ્દામાલ કબજે કરીને ટ્રકના ચાલક અને કલીનર સામે પ્રોહીબિશનની જુદી-જુદી કલમો મુજબ ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
    મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. માલવિયા સહિતનો સ્ટાફ ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સંતરોડ પાસે પસાર થતાં હાઇવે માર્ગ ઉપરથી દારૂ ભરેલ ટ્રક દાહોદ થી ગોધરા તરફ જવાની છે. જેને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.માલવિયાએ સ્ટાફને સાથે રાખીને સંતરોડ ચેકપોસ્ટ પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર વોચ ગોઠવીને આવતા જતા વાહનોની તપાસ કરી રહયા હતા. તે સમયે બાતમીના વર્ણનવાળી લાલ કલરની એલ.પી. ટ્રક નંબર છઉં-27-ૠઉ-9164 આવતા તેને ઉભી રખાવી હતી. પોલીસ દ્વારા એલ.પી. ટ્રકના ચાલક તથા ક્લીનરને નીચે ઉતારીને ટ્રકમાં શું ભરેલ છે. તે અંગે પૂછપરછ કરતા ટ્રક ખાલી હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસને મળેલ માહિતીના આધારે પોલીસ દ્વારા ટ્રકમાં ડ્રાઇવરની સીટની પાછળના ભાગે તપાસ કરતા પ્લાયવુડના પાટીયા મારેલ જોવા મળતા તે પાટિયા ખોલતા તેની અંદર બનાવેલ ચોર ખાના માંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.માલવિયા દ્વારા દારૂ ના જથ્થા સાથે પકડી પાડેલ એલ.પી. ટ્રકને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે 2,58,816 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ એલ.પી. ટ્રક, મોબાઈલ મળીને કુલ રૂપિયા 10,64,816 નો મુદ્દામાલ કબજે કરીને પોલીસે દારૂના જથ્થા સાથે પકડી પાડેલ નાથુરામ રામકરણ જાતે કંજર ઉમર વર્ષ 32 રહેવાસી ગામ, કંદેડા શાહપુરા રોડ, તાલુકો-કેકડી જીલ્લો- અજમેર રાજસ્થાન, રામલાલ બાલાજી જાતે ડાંગી ઉંમર વર્ષ-30 રહેવાસી ગામ- કંડોચા પ્રાથમિક શાળા પાસે વલ્લભનગર, જિલ્લો- ઉદેપુર રાજસ્થાનના વિરૂદ્ધ પ્રોહિબિશનની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી કારયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
    બોક્સ…
    વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે મોરવા હડફના સંતરોડ પાસે પસાર થતા દાહોદ-ગોધરા હાઇવે માર્ગ ઉપરથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા ટ્રકના ચાલક અને ક્લીનરની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. પકડી પાડેલ દારૂનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. દારૂનો મોટો જથ્થો પોલીસે પકડી પાડતા બુટલેગરોમાં છુપી રીતે ફફડાટ ફેલાયો હતો.