વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

  • હાથમાં પ્લે કાર્ડ રાખી ગૃહમાં કોંગ્રેસનો હોબાળો
  • વિધાનસભામાં ખેડુત વિરોધી સરકારના નારા લાગ્યા
  • કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા

આજે અને આવતીકાલે એમ બે દિવસ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે આજે વિધાનસભા સત્રના પહેલા દિવસે સત્ર શરુ થતાની સાથે જ ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.

ગૃહમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા બોલવા ઉભા થયા હતા. આ સાથે જ વિપક્ષના ધારાસભ્યોએ સરકાર ખેડુત વિરોધી હોવાના આક્ષેપો કર્યા હતા અને નારા લગાવ્યા હતા. આ સિવાય જુની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાના મુદે વિપક્ષી સભ્યોએ પોસ્ટર બતાવ્યા હતા અને પળે કાર્ડ સાથે નારાબાજી કરી હતી.

વિધાનસભાનું સત્ર શરુ થવાની સાથે જ હોબાળા દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ગૃહની વેલમાં ધસી આવ્યા હતા. જે બાદ કોપ્ન્ગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેનો સ્વીકાર થતા વેલમાં ઘુસી ગયેલા કોંગ્રેસી ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો

  • જીગ્નેશ મેવાણી
  • કનુભાઇ બારૈયા
  • નૌશાદ સોલંકી
  • પ્રતાપ દુધાત
  • ગેનીબેન ઠાકોર
  • અમરીશ ડેર
  • બાબુભાઈ વાજા
  • પુનાભાઈ ગામીત

ગૃહમાં બીજા પ્રશ્ન પર ટૂંકી મુદ્દત ની ચર્ચા શરૂ

ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પુછેલા પ્રશ્નને લઈને બનાસકાંઠા અને જામનગર જીલ્લામાં કૃષિપાકને થયેલા નુકસાન પર ચર્ચા કરવામાં આવી રહી છે.