
મહીસાગર,
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે મહિસાગર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી ભાવીન પંડયાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મહીસાગર જિલ્લાની આર.ડી.ગાર્ડી વિધાલયમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ રંગોળી દોરીને “આવો મતદાન કરીએ” તેવા સંદેશ પાઠવ્યા હતા.