દાહોદ,
વિધાનસભા ચૂંટણીમાં વય તેમજ કાર્યકાળનો માપદંડ લાગુ થશે નહીં તેમ ટોચના સૂત્રોએ આ સંકેત આપ્યો છે. આ વખતે જેનો સિક્કો ચાલશે અને પાર્ટી જેના પર વિશ્ર્વાસ મૂકશે તેને વિધાનસભા ચૂંટણીમાં ઉંમર કે કાર્યકાળનો કોઈ માપદંડ રહેશે નહીં ખાસ કરીને 25 ટકા નવા ઉમેદવારને ટિકિટ મળવાની આ વખતે આશા છે. તેમ અમિત શાહે પણ સંકેત આપ્યા છે.
ભાજપના ચાણક્ય ગણાતા ગૃહમંત્રી અમિત શાહ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતભરમાં 22 તારીખથી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની બેઠકો પર તેમણે કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી છે આ સાથે દિવાળીની શુભેચ્છા અને વોર્મઅપ પણ ચૂંટણી પહેલા થઈ રહ્યું છે. અત્યાર સુધી 182માંથી 120 બેઠકો પર પાયાના સ્તરે ચર્ચા થઈ ચૂકી છે. આ દરમિયાન, સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉની કોર્પોરેશનની ચૂંટણીની જેમ આ વિધાનસભા ચૂંટણીમાં વય તેમજ કાર્યકાળનો માપદંડ લાગુ થશે નહીં.
ભાજપમાં એવી લાંબી ચર્ચા ચાલી રહી છે કે 100 જેટલા સીટીંગ ધારાસભ્યો કપાશે અને 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો કપાશે અથવા ત્રણ ટર્મથી પદ પર રહેલા ધારાસભ્યોને ફરી ટિકિટ નહીં મળે. આ તમામ બાબતોથી અલગ અત્યારે 150 પ્લસના લક્ષ્યાંક સામે આ વાત પણ સામે આવી રહી છે.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં જીત જ એકમાત્ર માપદંડ છે કે, અત્યાર સુધીમાં જે જીત નથી મળી તેવી જીત મેળવવાનો છએ. માધવસિંહ સોલંકીના જીતના લક્ષ્યાંકને પાર પાડવા માટે આ બની શકે છે. 60 વર્ષથી વધુ ઉંમરના ધારાસભ્ય અને ટિકિટ વાચ્છુકોને સતત આ વખતે આ ડર પણ સતાવી રહ્યો છે. જો કે, તેઓ માટે જ્યાં સુધી લિસ્ટ બહાર ના પડી જાય ત્યાં સુધી આ બાબતે ચિંતા પણ કહી શકાય છે કેમ કે, 25 ટકા નવાને ચાન્સ આપવાના સંકેત પણ ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફથી મળી રહ્યા છે.
વર્તમાન ધારાસભ્યોને નો રિપીટ ન કરવાનો કોઈ નવો સિદ્ધાંત લાગુ થશે કે નહીં તે જો કે સમય જ બતાવશે. પરંતુ અત્યારે આ પ્રકારે સૂત્રો તરફથી વિગત