દે.બારીઆ,
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીનુ મતદાન તા.1/12/2022(પ્રથમ ચરણ) તથા તા.05/12/2022(દ્ધિતીય ચરણ)રોજ યોજાનાર છે. તા.03/11/2022થી આદર્શ આચારસંહિત અમલમાં છે. તેવા સમયે ગુજરાત વિધાનસભામાં ફરજ બજાવતા પોલીસ કર્મી તથા હોમગાર્ડના જવાનો માટે કે જેઓ શાંતિપુર્ણ અને નિષ્પક્ષ રીતે ચુંટણી થાય તે માટે ખડે પગે રહેનારા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ કર્મીઓ માટે ચુંટણી પંચે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરી છે. જેના કારણે ચુંટણી ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ પણ મતદાનથી વંચિત ન રહે તે આવકારદાયક પંચનુ પગલુ તો છે પરંતુ હાલમાં ગોધરા બેઠક 126 માટે ચુંટણી ફરજ બજાવતા કર્મચારીઓના મતદાનના સ્થળે ભાજપના ઉમેદવારના સંબંધિએ પોતાના સંબંધિના તરફી મતદાન કરવાનો આગ્રહ કરવાનો વીડિયો વાયરલ થતાં શુ ચુંટણી પંચ આ બાબતે સંગ્યાત લેશે ખરી ?તે તો આવનારો સમય બતાવશે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, ગુજરાતની ચુંટણીને જોઈને કેન્દ્ર અને ગુજરાતના ડબલ એન્જિનવાળી સરકારે ઓગષ્ટ-2022થી વધુ એક વખત વિના મુલ્યે તો અનાજનો જથ્થો ફરી બહાર કર્યો છે જયારે આના સામે આમ આદમી પાર્ટીએ વીજળી બિલ ઝીરો કરવાનો ધોષણાનુ ચલણ એલાન કર્યા છે. જયારે કોંગ્રેસ પક્ષે રૂ.500 માં ગેસનુ બોટલ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતો પ્રજાના ટેકસના પૈસના જોરે જ છે. તેની સામે રેવડી મફત કલ્ચરના પરિણામે હાલમાં વોટ્સએપ ઉપર મેસેજ વાયરલ થયા હતા તે આ પ્રમાણે છે.રેવડી(મફત)ની લયણી કરતા રાજયોની કર્જની પરિસ્થિતિ આ મુજબ બતાવાય છે. પંજાબ 4.5 ટકા, રાજસ્થાન 4.0 ટકા, બિહાર 38 ટકા, પશ્રિમ બંગાળ 37 ટકા, કેરલ 37 ટકા, રેવડી કલ્ચરથી આ પાંચ રાજયો કેવા બર્બાદ થયા છે તે મુજબ આપણા ગુજરાતને બરબાદ કરવાની લાલચાર છોડવી રહી જેથી કોઈપણ રાજયની ચુંટણીમાં ગમે તે પ્રકારના લોભ લાલચ આપે તો તેવા પત્રો તે અથવા જે તે પક્ષોના ઉમેદવારોને સાફ ના પાડવી અને જાહેરાત કરતા પક્ષોને અથવા બાટલી સાથે નાણાંનુ કલ્ચરને ઠુકરાવવુ જ રહ્યુ અને તેવા પક્ષોને મત આપતા પહેલા 100 વાર વિચારવા જેવી બાબત છે. તો જ નિષ્પક્ષ ચુંટણી થવા પામશે.