
નવીદિલ્હી, દેશમાં ૫ રાજ્યોની વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ હવે ચૂંટણીમાં જીતેલા ભાજપના સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધા છે. મહત્વનું છે કે, આજે એટલે કે બુધવારે આવા ૧૦ સાંસદોએ તેમના રાજીનામા સુપરત કર્યા છે.
ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે તેલંગાણામાં ૮ બેઠકો જીતી છે. ૪ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૨૧ સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી.