વિદેશી વિનિમય નિયમોના ઉલ્લંઘનના કેસમાં ટીએમસી નેતા મહુઆ મોઇત્રાને બીજું સમન્સ

કોલકતા,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાને ફેમા ઉલ્લંઘન કેસમાં પૂછપરછ માટે નવું સમન્સ જારી કર્યું છે. તેમને ૧૧ માર્ચે એજન્સીની ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે ભૂતપૂર્વ લોક્સભા સભ્ય મોઇત્રાએ તપાસમાં સામેલ થવા માટે થોડા અઠવાડિયાનો સમય માંગ્યો હતો. તેણે ગયા મહિને એજન્સીને પત્ર મોકલીને હાજર થવામાં અસમર્થતા દર્શાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે મોઇત્રાને હવે ૧૧ માર્ચે ઈડી ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તપાસ એજન્સી તેની પૂછપરછ કરવા માંગે છે અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની જોગવાઈઓ હેઠળ તેનું નિવેદન નોંધવા માંગે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક અન્ય વિદેશી રેમિટન્સ અને ફંડ ટ્રાન્સફર ઉપરાંત, એનઆરઇ એકાઉન્ટ્સ સંબંધિત વ્યવહારો આ કેસમાં એજન્સીના સ્કેનર હેઠળ છે. તપાસર્ક્તાઓ તેનું નિવેદન નોંધવા માંગે છે. સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે અને લોકપાલ પણ તેમની સામેના આરોપોની પ્રાથમિક તપાસ કરી રહ્યા છે. ઈડીએ સીબીઆઇ કેસના આધારે તપાસ શરૂ કરી છે.