
દેશમાં ધામધૂમથી 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક વિદેશી સિંગર પર ભારતીય તિરંગાનું અરમાન કરવાનો આરોપ લાગ્યો છે.
અહેવાલો અનુસાર, શાંતિ પીપલ બેન્ડની યુક્રેનિયન સિંગર ઉમા શાંતિ વિરુદ્ધ ભારતીય ત્રિરંગાનું અપમાન કરવા બદલ કેસ નોંધાયો છે. આ સિંગરે કથિત રીતે ભારતના રાષ્ટ્રધ્વજનો અનાદર કર્યો અને પૂણેના મુંડવા ખાતે એક ક્લબમાં કોન્સર્ટ દરમિયાન આ કૃત્ય કર્યુ. તેના આ કૃત્ય માટે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના રવિવાર રાતની છે અને તેની હરકત કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા એફઆઈદાખલ કરવામાં આવી હતી. તેની આ હરકતનો વીડિયોઅ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ બેન્ડ શાંતિ પીપલની મુખ્ય સિંગર ઉમા વિરુદ્ધ મુંઢવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર, યુક્રેનિયન બેન્ડ શાંતિ પીપલની ફ્રન્ટમેન શાંતિએ તેના બંને હાથમાં ત્રિરંગો લઈને ડાન્સ કર્યો અને તે બાદ દર્શકો તરફ ધ્વજ ફેંકી દીધો. શાંતિ પીપલ યુક્રેનિયન બેન્ડે ગયા અઠવાડિયે બેંગલુરુ અને ભોપાલમાં લોકો સામે પ્રસ્તૃતિ કરી હતી. આ બેન્ડનું બીજું પ્રદર્શન રવિવારે પૂણેમાં થયું. પુણેમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ આ પ્રસ્તૃતિ કરાઈ હતી.