- એસ જયશંકરે પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખેલો પત્ર સોંપ્યો.
મોસ્કો, પુતિને પીએમ મોદીને રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એસ જયશંકરે આજે જ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સમકાલીન મુદ્દાઓ પર વાત કરી હતી. વાસ્તવમાં જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે. એસ. જયશંકરે તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવ સાથે અર્થપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સમકાલીન મુદ્દાઓ વિશે વાત કરી. જયશંકરે લવરોવ સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, યુક્રેન સંઘર્ષ, ગાઝાની સ્થિતિ, અફઘાનિસ્તાન અને મય એશિયા, બ્રિકસ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન, જી ૨૦ અને સંયુક્ત રાષ્ટ્ર પર પણ ચર્ચા કરી હતી.
એસ જયશંકરે કહ્યું હતું કે, અમે જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાતની બેઠકમાં મજબૂત રશિયન ભાગીદારીની રાહ જોઈ રહ્યા છીએ. અમે અમારા દ્વિપક્ષીય સહયોગને વિવિધ ક્ષેત્રો પર કેન્દ્રિત કરીશું. આ દરમિયાન જયશંકરે કહ્યું હતું કે મોસ્કોમાં રહેવું હંમેશા સુખદ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હું તમારી સાથે સહમત છું કે અમારા સંબંધો હંમેશા મજબૂત અને સ્થિર રહ્યા છે.
રશિયન વિદેશ મંત્રાલયે લખ્યું હતું કે રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ મોસ્કોમાં તેમના સમકક્ષને મળ્યા હતા ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ હતી. રશિયા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, બંને મહાન દેશો વચ્ચેની બેઠકમાં વિશ્ર્વમાં બદલાતા સંજોગો અને માંગણીઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સ્થિતિ, સંઘર્ષ અને તણાવ પર ચર્ચા થશે.
અગાઉ ભારતમાં રશિયન દૂતાવાસે કહ્યું હતું કે બેઠક દરમિયાન મંત્રીઓ વર્તમાન અને ભવિષ્યના ક્ષેત્રો અને દ્વિપક્ષીય સહયોગના કાર્યક્રમો પર યાન કેન્દ્રિત કરશે. તમને જણાવી દઈએ કે જયશંકર ૨૫-૨૯ ડિસેમ્બર સુધી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે રવિવારે મોસ્કો પહોંચ્યા હતા. મોસ્કો પહોંચ્યા બાદ જયશંકરે કહ્યું કે તેઓ રશિયામાં તેમના કાર્યક્રમોની રાહ જોઈ રહ્યા છે.ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે મુલાકાત દરમિયાન એસ જયશંકરે પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખેલો પત્ર સોંપ્યો હતો.
પુતિને પીએમ મોદીને રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. એસ જયશંકરે આજે જ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સમકાલીન મુદ્દાઓ પર વાત કરી હતી. વાસ્તવમાં જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે. એસ. જયશંકરે તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવ સાથે અર્થપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સમકાલીન મુદ્દાઓ વિશે વાત કરી. જયશંકરે લવરોવ સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, યુક્રેન સંઘર્ષ, ગાઝાની સ્થિતિ, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા, બ્રિકસ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન, જી ૨૦ અને સંયુક્ત રાષ્ટ્ર પર પણ ચર્ચા કરી હતી.
એસ જયશંકરે કહ્યું હતું કે, અમે જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાતની બેઠકમાં મજબૂત રશિયન ભાગીદારીની રાહ જોઈ રહ્યા છીએ. અમે અમારા દ્વિપક્ષીય સહયોગને વિવિધ ક્ષેત્રો પર કેન્દ્રિત કરીશું. આ દરમિયાન જયશંકરે કહ્યું હતું કે મોસ્કોમાં રહેવું હંમેશા સુખદ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે હું તમારી સાથે સહમત છું કે અમારા સંબંધો હંમેશા મજબૂત અને સ્થિર રહ્યા છે.
રશિયન વિદેશ મંત્રાલયે લખ્યું હતું કે રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ મોસ્કોમાં તેમના સમકક્ષને મળ્યા હતા ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ હતી. રશિયા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, બંને મહાન દેશો વચ્ચેની બેઠકમાં વિશ્ર્વમાં બદલાતા સંજોગો અને માંગણીઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સ્થિતિ, સંઘર્ષ અને તણાવ પર ચર્ચા થશે.
અગાઉ ભારતમાં રશિયન દૂતાવાસે કહ્યું હતું કે બેઠક દરમિયાન મંત્રીઓ વર્તમાન અને ભવિષ્યના ક્ષેત્રો અને દ્વિપક્ષીય સહયોગના કાર્યક્રમો પર યાન કેન્દ્રિત કરશે. તમને જણાવી દઈએ કે જયશંકર ૨૫-૨૯ ડિસેમ્બર સુધી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે રવિવારે મોસ્કો પહોંચ્યા હતા. મોસ્કો પહોંચ્યા બાદ જયશંકરે કહ્યું કે તેઓ રશિયામાં તેમના કાર્યક્રમોની રાહ જોઈ રહ્યા છે.