વિદેશ મંત્રી જયશંકરે પંડિત નેહરુની ચીન નીતિને શ્રાપ આપ્યો

નવીદિલ્હી, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ચીન નીતિની ટીકા કરી છે. એક ઈન્ટરવ્યુમાં વિદેશ મંત્રીએ કહ્યું કે આજે ચીનની નીતિ સાથે જોડાયેલી પહેલાની બાબતોને સમજવી ઘણી મુશ્કેલ છે. પંચશીલ કરાર પણ તેનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધો વાસ્તવિક્તા પર આધારિત હોવા જોઈએ અને પંડિત નેહરુના ચીન પ્રત્યેના લગાવ પર પણ સવાલ ઉઠાવ્યા.

હકીક્તમાં, વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું હતું કે શું ભારત હંમેશા ચીન સામે મનની રમતમાં હાર્યું છે? તેના પર વિદેશ મંત્રીએ કહ્યું, ’મને નથી લાગતું કે આપણે હંમેશા હાર્યા છીએ પરંતુ ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે, જેને સમજવી આજે ઘણી મુશ્કેલ છે. પંચશીલ કરાર પણ તેનું ઉદાહરણ છે. આપણે સદીઓ જૂની સંસ્કૃતિ છીએ અને જ્યારે આપણે એકબીજા સાથે સંબંધો વિક્સાવીએ ત્યારે આ વાતને પણ યાનમાં રાખવી જોઈએ.