વિદેશ મંત્રી જયશંકરે મોઝામ્બિકમાં ’મેડ ઇન ઇન્ડિયા’ ટ્રેનમાં મુસાફરી કરી

મોઝામ્બિક,વિદેશ મંત્રી એસ જયશંકર મોઝામ્બિકની મુલાકાતે છે. તેણે મોઝામ્બિકની રાજધાની માપુટોમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમની સાથે મોઝામ્બિકના પરિવહન મંત્રી હાજર રહ્યા હતા. આ દરમિયાન એસ જયશંકરે જણાવ્યું કે બંનેએ ટ્રેન નેટવર્ક ઇલેક્ટ્રિક મોબિલિટી અને વોટરવે કનેક્ટિવિટીના વિસ્તરણમાં મદદ કરવા માટે ભારતની ભાગીદારી વિશે વાત કરી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે તેમણે મોઝામ્બિકના ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન મિનિસ્ટર માટેઉસ માગલા સાથે વાતચીત કરી છે. તેમણે ટ્રેન નેટવર્કના વિસ્તરણ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને વોટરવે કનેક્ટિવિટી વિશે પણ વાત કરી. હકીક્તમાં, ભારત આ મામલે મોઝામ્બિકનું વિશ્ર્વસનીય ભાગીદાર છે. એસ જયશંકરે મગાલા સાથે માપુટોથી મચવા સુધીની ‘મેડ ઈન ઈન્ડિયા’ ટ્રેનમાં મુસાફરી કરી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકર મોઝામ્બિકની ત્રણ દિવસની મુલાકાતે છે. દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા તેઓ મોઝામ્બિકની સંસદના અધ્યક્ષને મળ્યા છે. તેણે ૧૩ એપ્રિલે તેની યાત્રા શરૂ કરી હતી. જયશંકર ભારતમાંથી મોઝામ્બિકની મુલાકાત લેનારા પ્રથમ વિદેશ મંત્રી છે. આ દરમિયાન તેમણે મોઝામ્બિકમાં ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કર્યો અને મંદિરમાં પૂજા પણ કરી.

વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કરીને મંદિરની મુલાકાત લેવાની જાણકારી આપી અને લખ્યું કે અમે માપુટોના શ્રી વિશ્ર્વંભર મહાદેવ મંદિરમાં પૂજા કરી છે. તેમને ત્યાંના ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ઘણો આનંદ મળ્યો છે. તેઓ ગુરુવારે સાંજે માપુટોમાં હાઈ કમિશનર દ્વારા આયોજિત રિસેપ્શનમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ અને ભારતના મિત્રોને મળ્યા હતા. જયશંકરે બંને દેશો વચ્ચે સમય-પરીક્ષણ અને ઐતિહાસિક સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો.