વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદમ્ બાગચીની યુનોની જીનીવા સ્થિત ઑફીસમાં રાજદૂતપદે નિયુક્તિ

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદમ્ બાગચી જીનીવા સ્થિત યુનોની કચેરીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ (રાજદૂત) પદે નિયુક્ત થવાના છે તેમ માહિતગાર સૂત્રો જણાવે છે. બાગચીના સ્થાને જી-૨૦ સમિટ સમયે જોઈન્ટ સેક્રેટરીપદે હતા તે નાગરાજ નાયક કાકાનુર કે. કે. નંદીની સિંગલાના નામ ચર્ચાઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. નંદિની અત્યારે મોરેશ્યસમાં હાઇ કમિશ્નર પદે છે.

૧૯૯૫ની બેચના ઇન્ડીયન ફોરેન સર્વિસ (આઇએફએસ)ના બાગચીએ ૨૦૨૧માં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકેનો હોદ્દો માર્ચ ૨૦૨૧માં સંભાળ્યો હતો તેઓની કારકિર્દી ઘણી કઠોર પણ હતી. કોવિદ-૧૯ મહામારી અને ચીન સાથેના લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલ.એ.સી.) પર થયેલા સંઘર્ષ સમયે વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે તેઓની શક્તિ અને સમજદારીનું પ્રમાણ નિશ્ચિત થઈ ગયું હતું.

વાસ્તવમાં તેઓને એડીશનલ સેક્રેટરી (વિદેશ મંત્રાલય) પદે નિયુક્ત કરાયા ત્યારથી તેઓને કોઈ પણ સ્થળે રાજદૂત પદે નિયુક્ત કરાશે તેમ માનવામાં આવતું હતું પરંતુ જી-૨૦ શિખર પરિષદ સુધી તે નિર્ણય મોકુફ રખાયો હશે તેમ પણ જાણકારોનું કહેવું છે.

કાકાનુરની વાત લઈએ તો જી-૨૦ના શેરપા અમિતાભ કાંત સાથે રહી જી-૨૦નું સંયુક્ત નિવેદન ઘડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવીહતી. તેઓ ૧૯૯૮ની બેચના આઇએફએસ અધિકારી છે તેઓ મેન્ડેરીન (ચાઇનીઝ) ભાષા બહુ સારી રીતે બોલી શકે છે. ૨૦૦૨-૦૩ દરમ્યાન તેઓ બૈજિંગમાં હતા. ૨૦૦૩- ૦૬ સુધી હોંગકોંગ કોન્સ્યુલેટમાં પણ હતા.

કે નંદિની સિંગલા ૧૯૯૭ની બેચના આઇએમએફ અધિકારી છે તેઓ ૨૦૧૬- ૨૦ દરમિયાન પોર્તુગલમાં રાજદૂત પદે હતા બાંગ્લાદેશ રાજદૂત પદે તેઓ ૨૦૦૫-૦૮ રહ્યા હતા તેઓની વિદેશ મંત્રાલયમાં પ્રવક્તા થશે તો ૨૦૦૧-૦૨ દરમિયાન તે પદે રહેલા નિરૂપમા રાવ પછી તેઓ વિદેશ મંત્રાલયના બીજા મહિલા પ્રવકત્તા બની રહેેેશે.