મુંબઇ, મુંબઈએ વિદર્ભને હરાવી રણજી ટ્રોફી ખિતાબ ૪૨મી વખત જીતી લીધો છે. મુંબઈની ટીમ રણજી ટ્રોફી ઈતિહાસનો રેકોર્ડ હતો તે ૪૮મી વખત ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમ ત્રીજી વખત ફાઈનલ રમી રહી હતી.હવે મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા રણજી ટ્રોફી ૨૦૨૩-૨૪નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફી ફાઈનલ મેચ રમાઈ હતી. મુંબઈએ વિદર્ભને ૧૬૯ રનથી હાર આપી છે.
૫૩૮ રનના ટાર્ગેટનો પીછો કરતા વિદર્ભે બીજી ઈનિગ્સમાં ૪૧૮ રન જ બનાવી શકી હતી. મુંબઈએ રેકોર્ડ કરી ૪૨મી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે. તો વિદર્ભનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું અધુરું રહ્યું છે.મુંબઈએ ૮ વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત ૨૦૧૫-૧૬ની સીઝનમાં સૌરાષ્ટ્રને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી.તમને જણાવી દઈએ કે, ધવલ કુલકર્ણીની આ છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ હતી. ધવલે વિદર્ભની છેલ્લી વિકેટ લઈ પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરનો અંત કર્યો હતો. તેમણે ઉમેશ યાદવને બોલ્ડ કર્યો અને મુંબઈને રણજી ટ્રોફી ખિતાબ જીતાડ્યો હતો.
રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈ પાસેથી મળેલા મોટા લક્ષ્યનો પીછો કરતા વિદર્ભની ટીમ પોતાની બીજી ઈનિગ્સમાં ૩૬૮ રન બનાવી શકી અને જીતના લક્ષ્યથી ૧૬૯ રનથી દુર રહી, મુંબઈ તરફથી બીજી ઈનિગ્સમાં સૌથી વધુ ૪ વિકેટ તનુશ કોટિયાને લીધી હતી. વિદર્ભ માટે એ વાડકરે સદી ફટકારી હતી. આ સિવાય કરુણ નાયર અને હર્ષ દુબેએ અડધી સદી ફટકારી પરંતુ તે ટીમને જીત અપાવવામાં સફળ રહી ન હતી.