મુંબઇ, વિકી કૌશલે ’છાવા’ની તેની કો-સ્ટાર રશ્મિકા મંદાનાને પ્રેરણા જણાવી છે. આ ફિલ્મમાં યેસુબાઈના રોલમાં રશ્મિકા જોવા મળવાની છે. તેણે પોતાના રોલનું શૂટિંગ પૂરું કરી લીધું છે. એથી તેણે ફિલ્મને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ ફિલ્મને લક્ષ્?મણ ઉટેકરે બનાવી છે. ઇન્સ્ટાસ્ટોરી પર રશ્મિકાએ લખ્યું કે ’લક્ષ્મણ ઉટેકર સર મને હંમેશાં એ વાતનું આશ્ર્ચર્ય થતું હતું કે આટલા મોટા સેટ પર કામ કરતા ૧૫૦૦ વર્કર્સને તમે શાંતિથી કઈ રીતે સંભાળી શકો છો.
સર તમે મારી અંદર યેસુબાઈને જોઈ જ્યારે કોઈ એ રોલ વિશે મારા માટે વિચારી પણ નહોતું શક્યું. એથી ન માત્ર હું પણ આખું જગત પણ ચોંકી જશે. એ વિઝ્યુઅલ્સ જોઈને તો મારી આંખોમાં પાણી આવી ગયાં. તમે મારી અંદરથી એ પર્ફોર્મન્સને બહાર કાઢ્યો, જેને હું દુનિયાને દેખાડવા માટે આતુર છું. મારી મમ્મી એક દિવસ સેટ પર હતી અને પહેલી વખત મને આ કૅરૅક્ટરમાં જોઈને તેની આંખો અશ્રુથી છલકાઈ ઊઠી હતી. એ વસ્તુ મારા માટે ખૂબ સ્પેશ્યલ હતી. હું દિલથી તમારો આભાર માનું છું.
વિકી કૌશલ મહારાજ. તારી સાથે કામ કરવાની ખૂબ મજા આવી. તું ખૂબ ઉમળકાથી ભરેલો અને દયાળુ છે. મોટા ભાગનો સમય ખૂબ મજેદાર રહ્યો. તું રત્ન સમાન છે. તારા માટે સારી કામના કરું છું. મમ્મીએ તને શુભેચ્છા આપવા કહ્યું હતું.
તો તેને રિપ્લાય આપતાં વિકીએ લખ્યું કે ‘નીન યેન્ને ઉલીઆ? (તું કેમ છે?) આખો સેટ તારા જોશ અને એનર્જીને મિસ કરી રહ્યો છે. લોકો એ નથી જાણતા કે તારા કપરા દિવસોમાં તારા ચહેરા પર જે સ્માઇલ છે એ અન્ય લોકોના સારા સમયમાં તેમના ચહેરા પર આવતા સ્માઇલ કરતાં અનેકગણું સારું છે. અતિશય પ્રેરણાદાયી. અમારી યેસુબાઈ બનવા માટે આભાર. આન્ટીને પણ મારા તરફથી શુભેચ્છા આપજે.’