પંજાબ,
પંજાબના જલંધર શહેરમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે એક આશ્ચર્યજનક કિડનેપિંગની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર ગત રાત્રે જલંધરના લેધર કોમ્પ્લેક્સની એક ફેક્ટરીમાં કામ કરનાર વ્યક્તિનું કહેવું છે કે તેને કારમાં સવાર ૪ છોકરીઓ બેહોશ કરીને આંખો પટ્ટી બાંધીને કિડનેપ કરીને લઇ ગઇ. ત્યારબાદ તેને નશીલી દવા ખવડાવી અને દારૂ પીવડાવીને ચારેયએ તેની સાથે એક-એક કરીને બળાત્કાર ગુજાર્યો. જોકે મામલાએ ત્યારે જોર પકડ્યું જ્યારે પીડિત વ્યક્તિએ આ ઘટનાક્રમ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયા કરવાની ના પાડી દીધી. યુવકે આરોપ લગાવ્યો કે ગાડીમાં જ એક-એક કરીને ચાર યુવતિઓએ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવ્યો હતો. યુવકનું કહેવું હતું કે ચારેય છોકરીઓની ઉંમર લગભગ ૨૨ થી ૨૩ વર્ષની વચ્ચે હતી. હાલ પોલીસે આ સંબંધમાં કોઇ ફરિયાદ આપવામાં આવી નથી. લોકો વાતો કરી રહ્યા છે કે હવે પુરૂષો પણ સુરક્ષિત નથી. શું છે સમગ્ર મામલો? તે જાણો…તમને જણાવી દઇએ કે શહેરની એક ફેક્ટરીમાં કામ કરનાર વ્યક્તિના દાવા અનુસાર ગત રાત્રે ચાર છોકરીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તો બીજી તરફ પીડિત વ્યક્તિના અનુસાર તેણે પોલીસમાં ફરિયાદ કરવાની ના પાડી દીધી છે. હાલ તેનું મુખ્ય કારણ ખબર જાણી શકાયું નથી. પીડિત વ્યક્તિના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની મનાઇ કરી દીધી. તેમનું કહેવું છે કે જીવ બચી ગયો એટલું અમારા માટે પુરતું છે. તો બીજી તરફ સેક્સુઅલ હેતુથી કરવામાં આવેલું કિડનેપિંગનો દાવો કરનાર વ્યક્તિએ આપવિતી સંભળાવી છે.