તાજેતરમાં ગુજરાતમાં ભવ્ય રીતે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ યોજાયો. જેમાં દેશવિદેશમાંથી આવેલા મહેમાનો માટે તામજામ કરવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો. ભવ્ય ભોજન પીરસાયું. આલાગ્રાન્ડ વ્યવસ્થા કરાઈ હતી. પરંતું લાગે છે કે, વાઈબ્રન્ટનો આ તામજામ અને જમણવાર સરકારને માથે પડ્યો. કારણ કે, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ મા પાર્ટનર કંટ્રીએ એક પણ એમઓયુ રાજ્ય સરકાર સાથે ન કર્યા .વાઈબ્રન્ટમાં કુલ ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. પરંતું આઇએફપી પોર્ટલ મુજબ પાર્ટનર દેશો પૈકી સરકાર દ્વારા કોઇ એમઓયુ થયા નથી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી છે. જે મુજબ, વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪માં પાટર્નર કન્ટ્રી તરીકે જોડાયેલા ૩૫ દેશ પૈકી એક પણ દેશની સરકારે એમઓયુ કર્યા નથી. જોકે એ વાત અલગ છે કે આ કન્ટ્રીના ઉદ્યોગોએ એમઓયુ કર્યા હોય. જોકે, કયા દેશનો કયા ઉદ્યોગોએ એમઓયુ કર્યા તે માહિતી સરકારે આપી નતી.
વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ ની વાત કરીએ તો આ વર્ષે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચેક રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈજિપ્ત, એસ્ટોનિયા, ફીનલેન્ડ, જર્મની, ઘાના, ઈન્ડોનેશિયા, જાપાન, કેન્યા, સાઉદી અરેબિયા, મલેશિયા, માલ્ટા, મોરક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, રશિયા, રવાન્ડા, સિંગાપોર, સાઉથ કોરિયા, તાન્ઝાનિયા, થાઈલેન્ડ, તિમોર-લેસ્ટે, યુગાન્ડા, સંયુક્ત આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, ઉરુગ્વે, યુક્રેન, વિયેતનામ