
મોરબી, મોરબીમાં અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ઓમ પટેલ અને રાજ પટેલ, પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાને ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલહવાલે હવાલે કરવામાં આવ્યા હતા.
આ આરોપીઓ દ્વારા મોરબીની જિલ્લા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે અંતર્ગત આજે મોરબી જિલ્લા કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આરોપીઓની જામીન અરજી રદ કરી હતી.