
સુરત, અલ-કાયદાની એનઆઇએની તપાસમાં ખૂબ જ મોટી સફળતા હાંસલ થઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચે વેસુમાંથી બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો છે.એનઆઇએની તપાસમાં આ વ્યક્તિ વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ છે. આરોપીનું નામ અબુ બકર હજરતઅલી હોવાનું સામે આવ્યુ છે.
સુરત ક્રાઇમ બ્રાંચે અબુ બકર હજરતઅલીને વેસુ કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી તેના એક મિત્રના ત્યાં વેસુ વિસ્તારમાં ટેઇલરિંગનું કામ કરવા માટે મળવા આવ્યો હતો. એનઆઇએ છેલ્લા ઘણા સમયથી અલ-કાયદાની તપાસ કરી રહ્યુ છે. ત્યારે તેમને અલ-કાયદાના વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે આ બાંગ્લાદેશી નાગરિક સોશિયલ મીડિયા પર વાત કરતો હોવાની માહિતી મળી હતી.જેના આધારે દરોડા પાડીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.