- બોટ પાકિસ્તાનની છે અને તે ઇરાનથી ડ્રગ્સ લઈને નીકળી હતી. અને આ ડ્રગ્સનો જથ્થો ભારતના દક્ષિણભાગમાં તમિલનાડુ લઈ જવાનો હોવાનું જાણવા મળ્યું.
વેરાવળ, રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાયુક્ત પદાર્થો ઝડપાતા રહે છે. આવી જ એક ઘટના ગીર સોમનાથના વેરાવળમાં બની હતી. વેરાવળના દરિયા કાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. ગીર સોમનાથ પોલીસે જામનગરના બેડી વિસ્તારમાંથઈ પિતા પુત્રની ધરપકડ કરી છે. ડ્રગ્સની ડિલેવરી સહિતની ભુમિકાને આધારે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કૌંભાડની સિન્ડિકેટનો પર્દાફાશની શક્યતા છે.
ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી ૩૫૦ કરોડનું હેરોઇન ઝડપાયુ હતુ. જ્યાં ૫૦ કિલો હેરોઇન સાથે ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ૧ સેટેલાઇટ ફોન, ૨ બોટ અને ૧ વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઓપરેશન પાર પાડ્યું હતુ.
પોરબંદર નજીકથી ૩૧૦૦ કિલોનું ડ્રગ્સ ઝડપાયું. ગતરોજ પકડવામાં આવેલ ડ્રગ્સના જથ્થાની કિમંત ૩૫૦ કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે.ગુજરાત એટીએસ,નેવી અને એનસીબીના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપવામાં આવેલ ડ્રગ્સ મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. આ બોટ પાકિસ્તાનની છે અને તે ઇરાનથી ડ્રગ્સ લઈને નીકળી હતી. અને આ ડ્રગ્સનો જથ્થો ભારતના દક્ષિણભાગમાં તમિલનાડુ લઈ જવાનો હોવાનું જાણવા મળ્યું. પેડલરોએ જણાવ્યું કે ડ્રગ્સ અફઘાનિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું અને બોટ ઇરાનમાં આવી હતી. પાંચ પેડલરો કે જે ઇરાની નાગરિકો છે. તેઓ ઇરાન આવેલ બોટમાં સવાર થઈ અરબી સમુદ્ર માર્ગેથી ભારતના દક્ષિણ ભાગ તરફ આવવા નીકળ્યા. દરમ્યાન ભારતના દરિયાઈ વિસ્તારમાં પ્રવેશલ એક બોટની હિલચાલ પર શંકા જતા ગુજરાત એટીએસ,નેવી અને એનસીબીએ સંયુક્તપણે ઇરાની બોટ પકડી પાડી હતી. બોટની તલાશી લેતા તેમાંથી ૩૧૦૦ કિલો ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો.
સાગરમંથન અંતર્ગત પ્રથમવાર કાર્યવાહી કરતા ઈરાનથી ડ્રગ્સ લઈને નીકળેલ બોટેન ઝડપી પાડવામાં આવી. બોટમાં સવાર પાંચ પેડલરો પાંચેય ઈરાની નાગરિક હોવાનો ખુલાસો થયો. જેમની પૂછપરછ કરતા બોટ પાકિસ્તાનની હોવાનું સામે આવ્યું તેમજ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાથની લોડ થઈ ઇરાન પંહોચ્યો હતો અને ત્યાંથી ભારતના દક્ષિણભાગ તમિલનાડુમાં પંહોચાડવાની યોજના હોવાનો ખુલાસો થયો.