વેરાવળ,વેરાવળ રેલ્વે સ્ટેશને આત્મહત્યાની ચોંકાવનારી ઘટના બની છે. વેરાવળનો આ વિડીયો ચોંકાવનારો રહ્યો છે. યુવાને ટ્રેનના છેલ્લા ડબ્બા નીચે સૂઈને આપઘાત કર્યો છે. ગણતરીની મિનિટોમાં યુવાનનું માથુ શરીરથી અલગ થઈ ગયું હતું.
રેલ્વે ટ્રેક નીચે આત્મહત્યા કરી હોવાથી રેલ્વે પોલીસે કેસ નોંધ્યો છે. તેની સાથે સ્થાનિક વિસ્તારની પોલીસે પણ કેસ નોંધીને તપાસ આરંભી છે. આ યુવાન કોણ હતો ક્યાંનો હતો અને ક્યાં જતો હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ સિવાય તે વેરાવળનો હતો કે બહારનો હતો તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.