
ગોધરા, ગોધરા તાલુકાની વેલવડ પ્રાથમિક શાળામાં ચાલુ વર્ષમાં પ્રવેશમેળવી રહેલા બાલવાટીકા તેમજ ધોરણ 1 માં બાળકોનો પ્રવેશ કરાયો.આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય , પ્રાર્થના કરવામાં આવી હતી. આવેલ મહેમાનોનું પુસ્તક તેમજ પુષ્પગુચ્છ આપી , સ્વાગત ગીત રજૂ કરી આવેલ મહેમનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આંગણવાડી અને ધો. 1ના બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ધોરણ 6ની વિધાર્થીની દિશા પરમાર દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ વિષયે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ સાથે શાળાના ધો. 3 થી 8ના તેજસ્વી વિદ્યાર્થી તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ અધિકારીએ કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી, આરોગ્યવિભાગ,સી.ડી.પી.ઓ.આંગણવાડી, શાળાના આચાર્ય દીપિકાબેન પટેલ શાળાના શિક્ષકો ,એસ.એમ.સી. કમિટીના સભ્યો,ડી.એલ.એડ.તાલીમાર્થી આશિષ બારીઆ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડાયટ સંતરામપુરમાં તાલીમ મેળવી રહેલા આશિષ બારીઆની વેલવડ પ્રાથમિક શાળામાં ઇન્ટર્નશીપ ચાલી રહી છે. ત્યારે તેઓએ શાળાની વિદ્યાર્થીનીઓને આ કાર્યક્રમ અંગે ખૂબ સારી તૈયારી કરાવી હતી.તેમજ કાર્યક્રમમાં આવેલ ટી.ડી.ઓ દ્વારા ડીઝીટલ કલાસની મુલાકાત લીધી હતી. જેમાં શાળાના બાળકોએ તેને ઓપરેટ કરી બતાવ્યું હતું. તેમજ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ નવદીપ પરમાર તેમજ વૈશાલી મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.આમ ભારે દબદબાભેર કાર્યક્રમ સંપન્ન થયો હતો.