વેલેન્ટાઈન ડેના દિવસે 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ:રાજકોટમાં ત્રણ કિશોરો સાથે કારમાં ફરવા નીકળી હતી, બેને નાસ્તો લેવા મોકલી ત્રીજાએ કારમાં જ કુકર્મ આચર્યું

રાજકોટ શહેરમાં વેલેન્ટાઈન ડેના દિવસે જ 14 વર્ષીય સગીરાને કારમાં ફરવા લઈ જઈને કિશોરે દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે. સગીરાને કિશોરવયનો તેનો મિત્ર રાજકોટમાં ફરવા લઈ જવાનું કહી કારમાં લઈ ગયો હતો. મિત્રની સાથે તેના અન્ય બે મિત્રો પણ કારમાં જોડાયા હતા. પરંતુ, સગીરાના મિત્રએ અન્ય બે કિશોરોને નાસ્તો લેવા મોકલી પાછળથી કારમાં જ સગીરા પર કુકર્મ આચર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે જ્યારે તેના મિત્રોની શોધખોળ હાથ ધરી છે.

સગીરાની માતાએ આપેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પંકજ (નામ બદલાવ્યું છે) નું નામ આપી જણાવ્યું હતું કે, મારી 14 વર્ષની દીકરી ઘર નજીક બગીચામાં નાની બહેન સાથે રમવા જતી હતી ત્યારે તેનો પરિચય પંકજ સાથે થયો હતો અને બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. સગીરા સાથે મિત્રતા કેળવી પંકજ ગઈકાલે તા.14.02.2025ના રોજ બપોરે તેને કારમાં વાતચીત કરવાના બહાને બેસાડી ફરવા લઇ ગયો હતો. આ સમયે સાથે કારમાં તેના અન્ય બે મિત્રો પણ બેઠા હતાં.આ પછી રૈયા રોડ ઉપર ત્રણેય શખ્સો સગીરાને લઇ કાળા કાચ વાળી વરના કારમાં જતા હતા.

બે મિત્રોને નાસ્તો લેવા મોકલી ત્રીજાએ કારમાં કુકર્મ આચર્યું આલાપ ગ્રીન સીટી પાસે બન્ને મિત્રોને પંકજે નાસતો લેવા જવાનું કહી કારમાંથી નીચે ઉતારી દીધા હતાં અને ત્યાર બાદ પેટ્રોલ પંપ નજીકના ભાગે કાર લઈ જઈ પંકજે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ પછી કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલી સગીરાએ ત્યારે કોઈ પ્રતિકાર કર્યો ન હતો બાદમાં આ ત્રિપુટી સગીરાને ઘર પાસે મુકી ભાગી ગયા હતાં.

સગીરા ઘરે આવ્યા બાદ તેની માતાએ ક્યાં ગયા હતા તેમ પુછતા તેને સમગ્ર હકીકત જણાવતા આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પંકતજ અને તેના બે મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી એકને સકંજામાં લઈ અન્ય બે મિત્રની શોધખોળ શરૂ કરી છે.

અન્ય એક સગીરા હવસનો શિકાર થતા બચી રાજકોટનામાં રહેતા ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં 17 વર્ષની પુત્રી છે. ગઈ તા.13.02.2025ના બપોરના સમયે તેઓની સગીર પુત્રી ઘરેથી થોડીવારમાં આવું તેમ કહીં નીકળ્યાં બાદ સાંજ સુધી પરત ન આવતાં તેઓએ તેમના પતિ સહિતના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા કોઈ પતો ન મળતા પ્રદ્યુમનનગર પોલીસ પહોંચી ગુમ નોંધ લખાવી હતી. જે બાદ પરિવારજનોએ પડોશમાં રહેલ સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં તે પડોશમાં રહેતાં મિલન નામના શખ્સ સાથે એક્ટીવામાં બેસી જતી જોવા મળી હતી. જે બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. દરમિયાન ગઈકાલે રાતના સગીરા ઘરે પહોંચી હતી અને પરિવારજનોએ પૂછતાછ કરતાં તેણીને આરોપી મિલન લલચાવી ફોસલાવી અપહરણ કરી અમદાવાદ લઈ ગયો હોવાનું અને રસ્તામાં તેમની સાથે અડપલાં કર્યાની જાણ કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી મિલન કુરિયર સર્વિસમાં કામ કરે છે અને ગઈકાલે વેલેન્ટાઈન ડે હોવાથી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો જો કે તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું ન હોવાનું જણાવ્યું હતું જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.