કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ઉર્દુ શાળા સ્થાપનાની ૧૦૦ વર્ષ પુર્ણ થતા શાળા પરિવાર દ્વારા શતાબ્દીના ઉજવણી નો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો આ ઉજવણીના અધ્યક્ષ તરીકે મૌલાના શોએબ ચિમાજી અને મુખ્ય અતિથિ તરીકે ગોધરા ના ઉદ્યોગપતિ કોઠી સ્ટીલ ના માલિક ફિરદૌસ હાજી તેમજ ઇકબાલ હાજી આલમ સોફિયા બેન ભાઈજમાલ તેમજ તાલુકા પંચાયત સભ્ય ગ્રામ પંચાયત ના સભ્યો અને અતિથિ તરીકે વેજલપુરના અગ્રણી એવા અર્પિતભાઈ શેઠ શ્યામુ ભાઈ અને ગ્રામ ના આગેવાનો ઉપતસિત રહયા હતા આ ઉજવણીના કાર્યક્રમમાં બાળકો દ્વારા સુંદર પ્રાર્થના અને સાંસ્કૃતિક કલા કારકિર્દી ના કાર્યક્રમો રજૂ કર્યા હતા. જ્યારે આવેલ મહેમાનો દ્વારા શતાબ્દી ના પ્રવચન તેમજ ઉર્દુ શાળાના આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું પધારેલ મહેમાનો નુ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પધારેલ મહેમાનો એ પોતાના પ્રવચનમાં શાળા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અરે બાળકોમાં ઉન્નતી થાય તેવા પ્રવચનો કરયા હતા અને શાળા પરિવારની ૧૦૦ મા વર્ષ ની શાનદાર ઉજવણી કરી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહેમાનો ઉપસ્થિત રહયા હતા ઉજવણીને એક યાદગાર તરીકે ચાર ચાદ લગાવ્યા હતા અને મોડી સાંજ સુધી થયેલ કાર્યક્રમ માં શિક્ષકો ની મુખ્ય ભૂમિકા રહી હતી અને બાળકો એ ખૂબ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને આ કાર્યક્રમ ને બાળકો દ્વારા પોતાની કલા કિર્દી દેખાડી અને રાષ્ટ્ ગીત સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો