વેજલપુરમાં હિન્દુ – મુસ્લિમ કોમી એકતા ઉત્તમ ઉદાહરણ નો કિસ્સો સામે આવ્યો

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ચોરા પાંસે આવેલી ખરાયતા ની વાડી પાસે રેહતા રશીક ભાઈ રમણલાલ શાહ ઉંમર ૮૦ નું આજે સવારે પોતાના ઘરે મૃત્યુ થયું હતું.

ત્યારે આવા કોરોનાં ના કાળા કહેર વચ્ચે ત્યાંના સ્થાનિક લોકો પણ તેમના અંતિમ સંસ્કાર માટે કોઈ આગળ ન આવતા ત્યારે વેજલપુર ગામ ના મુસ્લિમ સમાજ ના યુવાનો ને આની જાણ થતાં તાત્કાલિક ધોરણે તેમના ઘરે પોહચી ને જાણકારી મેળવી હતી અને આમ મુસ્લિમ યુવાનો દ્વારા વેજલપુર ના અન્ય હિન્દૂ મિત્રો ની મદદ લય ને હિન્દૂ રિતિ રિવાજ મુજબ તમામ પ્રકાર ની વિધિ તેમજ તમામ સુવિધા સાથે તેમણે વેજલપુર ગામ મા ગોધરા વડોદરા હાઈવે પર  આવેલા સ્મશાન ખાતે પોહચાડીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવયો હતો અને આમ વેજલપુર ગામ માં હિન્દૂ-મુસ્લિમ મિત્રો દ્વારા એક કોમી એકતાનું ઉદાહરણ પુરૂં પાડવા માં આવ્યું હતું આવા કોરોના ના કપરા કહેર મા મુસ્લિમ યુવાનો કોરોના વોરયર તરીકે આવા મુશ્કિલ સમય માં સારી પ્રશંસા રૂપ કામગીરી કરી તે બદલ મુસ્લિમ મિત્રો ને દિલ થી સલામ છે