વેજલપુર સુરેલી સર્કલ પાસે વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને ઝડપ્યો

વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર સુરેલી સર્કલ પાસે વરલી મટકાનો ફરક આંકડાના જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ વેજલપુર ગામના સુરેલી સર્કલ પાસે આરોપી સિકંદરખાન મજીદખાન પઠાણ જાહેરમાં વરલી મટકાના ફરક આંકનો જુગાર રમાડતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી આરોપીને આંકડાની સ્લીપ બુક મળી 510/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.