વેજલપુર સુરેલી રોડ ઉપર ધમધમતા વરલી મટકાના જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ રેઈડ કરી 62 હજારનો મુદ્દામાલ ઝડપ્યો.

વેજલપુર પોલીસ મથક નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ રેઈડ કરતાં સ્થાનિક પોલીસ ઉંધતી પકડાઈ.

કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુર ગામે સુરેલી રોડ ઉપર સુરેલી સર્કલ પાસે ખુલ્લામાં વરલી મટકાના જુગાર જાહેરમાં રમાડતા હોય તે સ્થળે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી રહી રેઈડ દરમિયાન 6 ઈસમોને 62,447/-રૂપીયાાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. જ્યારે એક ઈસમ નાશી છુટીયો હતો. વેજલપુર પોલીસ મથક નજીક થી વરલી મટકાના પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.

વેજલપુર ગામે સુરેલી રોડ ઉપર સુરેલી સર્કલ પાસે ખુલ્લામાં જાહેરમાં કેટલાક ઈસમો વરલી મટકાનો ફરક આંકનો જુગાર રમી અને રમાડતા હોય તે સ્થળે બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ રેઈડ કરવામાંં આવી હતી. રેઈડ દરમિયાન આરોપીઓ ઈમ્તીયાઝ ઈસ્માઈલ કુરેશી (રહે. વેજલપુર, નાના ધાંચીવાડ), મહેન્દ્ર ગણપતસિંહ જાદવ (રહે. અડાદરા,કાલોલ), હરીશભાઈ શંકરભાઈ ચૌહાણ (રહે.ખેડા ફળીયું, વેજલપુર), વિરકુમાર સોમસિંહ સોલંકી (રહે. સુરેલી, કાલોલ), અખ્તર હુસેન બેલીમ (રહે.પોપટપુરા, ગોધરા), દશરથસિંહ સુખસિંહ જાદવ (રહે.સિહારાની મુવાડી, ધોધંબા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી રોકડા 25,247/-રૂપીયા, મોબાઈલ ફોન-6, હોન્ડા ડીઓ, જુગારનું સાહિત્ય સટ્ટાબુક મળી કુલ62,447/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસની રેઈડ દરમિયાન ઐયુબ ઉર્ફે દીંગો હમીદ પથીયા (રહે. વેજલપુર હોળી ચકલા, કાલોલ)વરલી મટકાનો જુગાર ચલાવતો ઈસમ નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી. વેજલપુર પોલીસ મથક નજીક ધમધમતા વરલી મટકાના જુગારધામ ઉપર સ્ટેટ વિજીલન્સે રેઈડ કરી કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાઈ છે.