ગોધરા,કાલોલ તાલુકાના વેજલપુર-સુરેલી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી પસાર થતાં રાહદારીને બાઈક ઉપર આવેલ ઈસમોએ પકડીને પેન્ટના ખીસ્સા માંથી મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 22,000/-રૂપીયાની લુંટ કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર-સુરેલી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી કમલેશભાઈ વિનુભાઈ નાયક ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલ બે ઈસમોએ કમલેશભાઈને રોકીને પકડી પાડયો હતો અને ગાળના ભાગે પકડી બાઈક પાછળ બેઠેલ ઈસમે કમલેશભાઈના ખીસ્સા માંથી ઓપ્પો કં5નીના મોબાઈલ ફોન તેમજ રોકડ 12,000/-રૂપીયા મળી કુલ 22,000/-રૂપીયાની લુંટ કરી નાશી છુટતા આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.