વેજલપુર રૂપારેલ નદી ઉપર થી પ્રસાર થતો MGVCL નો જીવિત કેબલ તૂટી પડતા નિર્દોષ શ્ર્વાનનું મોત

વેજલપુર,સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જન જીવનને ઘણું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ઠપ થયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ બની છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છે. ત્યારે કાલોલ તાલુકાના વેજલપુર ગામે MGVCLની બેદરકારીના કારણે રૂપારેલ નદી ઉપર થી પ્રસાર થતો MGVCLનો જીવિત કેબલ તૂટી પડતા નિર્દોષ શ્ર્વાન ત્યાંથી પસાર થઈ રહયુ હતું તે અબોલ જાનવર નિર્દોષ શ્ર્વાનને કયા ખબર હતી કે, MGVCL નો જીવિત કેબલ છે અને તેનું મૃત્યુ થશે, તે એને ખબરના હોવાના કારણે જીવિત MGVCLનો કેબલ પાસે આવી પહોંચતા જીવિત કેબલ તેનો આગળના પગે આવી જતા નિર્દોષ શ્ર્વાનનું ઘટના સ્થળે મોત નિજપ્યું હતું અને જો કોઈ માનવ જાત સાથે આવી ઘટના ઘટી હોત સમગ્ર લોકો તેનો ગેહરો શોક મનાવી MGVCL ઉપર હલ્લા બોલ કરી વિરોધ પ્રદર્શન જેવા કર્યો કર્યા હોત. જેથી અબોલ જાનવર અથવા માનવ જાત સાથે કોઈ આવી ઘટના ન ઘટે તે પહેલાં MGVCL દ્વારા સમયસર મેનન્ટેન્સ અને વીજ પોલના કેબલો ઉપર થી વૃક્ષો દૂર કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ ટળી શકે છે.