વેજલપુર પ્રાથમિક શાળાના આચાર્ય ફતેહસિંહ મંગળસિંહ રાઠોડનું વય નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો

કાલોલ,કાલોલ તાલુકાના વેજલપુર પ્રાથમિક શાળાના આચાર્ય ફતેહસિંહ મંગળ સિંહ રાઠોડનું વય નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વેજલપુર ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાઠોડ ફતેસિંહ મંગળસિંહ વય નિવૃત થતા વેજલપુર પ્રાથમિક શાળામાં તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કાલોલતાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિરેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. વિશેષ ઉપસ્થિતિમાં કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી રૂપમભાઈ પટેલ, જીલ્લા પ્રતિનિધિ ભાવિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ બીટના નિરીક્ષક સુભાષભાઈ પટેલે પણ હાજરી આપી. આ કાર્યક્રમમાં વેજલપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવી ગયેલ અને હાલ DEO કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા જશવંતભાઈ પરમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાલોલ તાલુકાની ટીચર સોસાયટીના ચેરમેન યુવરાજસિંહ જાદવ, સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાલોલ તાલુકાના શિક્ષણ શાખાના સિનિયર ક્લાર્ક કુંજભાઈ બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ફતેસિંહ રાઠોડ એ પણ પોતાની સેવા દરમિયાન કરેલ કામગીરી અને સહ કર્મચારી વિશે પોતાના પ્રતિભાવો રજૂ કરી ભાવુક બન્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડી એમ પાટીલે કર્યું હતું. કાર્યક્રમનું આયોજન નવા બનેલ પગાર કેન્દ્ર આચાર્ય કંચનભાઈ પરમાર, સીઆરસી કો દિનેશભાઈ માછી, HTAT આચાર્ય સિદ્દિકભાઈ, HTAT આચાર્ય ધર્મેશભાઈ પટેલ નાંદરખા, મુકેશભાઈ પટેલ આચાર્યકાલંત્રા, આર.એસ. પટેલ ઉર્દૂ શાળા આચાર્ય શિક્ષકો આચાર્ય જોડીયા કુવા, માજી પગાર કેન્દ્ર આચાર્ય રંગીતસિંહ જગદીશભાઈ ભગોરા જોડીયા કુવા તેમજ અનેક શિક્ષકો તથા મહાનુભાવો તથા શિક્ષણ ક્ષેત્ર વિભાગના શિક્ષકો અને બાળકો ઉપતસિતમાં શાળા ના બાળકો દ્વારા શાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને વિવિધ બાળકોએ પોતાની કલા કુરતી દેખાડી તમામ મેહમાનોનું દિલ જીતી લીધું હતું અને આ વય નિવૃત સન્માન કાર્યક્રમને ફૂલ હાર અને ગુલ દસ્તા આપીને સફળ બનાવ્યો હતો