વેજલપુર,કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ આર.આર.ગોહિલની અધ્યક્ષતામાં ઈદ અને પરશુરામ જયંતિના તહેવારાને લઈ શાંતિ સમિતિની મિટિંગ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યોજાઈ હતી. જેમાં અર્પિત શેઠ, નિશાંત શાહ, તાલુકા પંચાયત સભ્ય સલીમભાઈ કઠિયા, હારૂનભાઈ ખડખડ, મુસ્તાક પાડવા, મહેબૂબભાઈ બદના, ઈબ્રાહીમ કઠિયા, મહેબૂબભાઈ જમાલ વિગેરે હાજર રહયા હતા અને વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.આર.ગોહિલ એ ગામના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, ગામમાં બન્ને સમાજના તેહવારો શાંતિ થી ઉજવાઈ અને ગામમાં બન્ને સમાજના લોકો હળીમળીને રહે અને ગામમાં શાંતિ બની રહે તેવી અપીલ કરી હતી.