વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબાર કાર્યક્રમ યોજાયો

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી તેમજ ડીવાયએસપી રાઠોડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી.ભરવાડ અને વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એલ. કામોલ અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામના વિવિધ પ્રકારના પ્રશ્નો અંગેની રજુઆત કરવામાં આવી હતી અને વાર્ષિક લોક દરબારના અધ્યક્ષ જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ગામજનોના વિવિધ રજુઆતો સાંભરી હતી અને ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવી શું અને ડીવાયએસપી રાઠોડ દ્વારા ગ્રામજનોને જણાવેલ કે તમારા નાના બાળકોને વાહન ચલાવવા આપવું નહિ અને નિયમોનું પાલન કરવું અને જો કોઈ નાનો બાળકો જે સગીર હશે અને વાહન ચલાવતા પકડાશે તો પોલીસ દ્વારા વાહન મલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી તમારૂં બાળક 18 વર્ષનું થાય તો નિયમો અનુસાર તેઓનું લાયસન્સ કાઢવી નિયમોનું પાલન કરવું તેમજ બાઈક ચાલકો એ ફરજીયાત હેલમેટનો ઉપયોગ કરવો અને પોલીસને સહકાર આપવા વિનંતી કરી હતી. આ કાર્યક્રમને ગ્રામજનોએ શાંતિપૂર્ણ રીતે સાંભળી કાર્યક્રમને સફર બનાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ પોલીસ સ્ટાપ હાજર રહયો હતો.