વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે પોલીસ મથક નજીક સુરેલી રોડ ઉપર ધમધમતા વરલી મટકાના જુગારધામ ઉપર સ્ટેટ વીજલન્સ ટીમે રેઈડ કરી છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
કાલોલ તાલુકાના વેજલપુર ગામે ધમધમતા વરલી મટકાના જુગાર ધામો સામે વેજલપુર પોલીસ અજાણ હોય તેમ કાર્યવાહી કરતી ન હોય જેને લઈ વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમો ખુલ્લે આમ વરલી મટકાનો જુગારધામ ચલાવી રહ્યા છે. ત્યારે આજરોજ સ્ટેટ વીજીલેન્સ ટીમ દ્વારા વરલી મટકાના જુગારધામ ઉપર રેઈડ કરી છ જેટલા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વેજલપુર પોલીસ મથક નજીક ચાલતા વરલી મટકાના જુગારધામ ઉપર રેડ કરી કાર્યવાહી કરવામાં આવતાં સ્થાનિક વેજલપુર પોલીસ સામે સવાલો ઉઠવા પામ્યા છે.