વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, વણાંકપુરના બુટલેગર સ્વીફટ ડીઝાયર ગાડીમાં ભરી ગોધરા તરફ આવનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે ચલાલી ચોકડી ખાતે વોચ ગોઠવી ગાડીનો પીછો કરી કાર માંથી બીયર તથા ઈંગ્લીશ દારૂ 26,880/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ તેમના પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાંં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, વણાંકપુરનો બુટલેગર રોહિતભાઇ વિનોદભાઇ બારીયા સ્વીફટ ડીઝાયર ગાડી નં.જીજે.13.સીસી.9699માંં ઈંગ્લીશ દારૂ ભરીને ગોધરા તરફથી આવનાર છે. તેવી બાતમીના આધારે ચલાલી ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકવાની કોશીષ કરતાંં કાર ભગાડી મુકી હતી. પોલીસે પીછો કરતાં રીંછીયા બસ સ્ટેશન ખાતેથી કાર મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં ગાડી માંથી બીયર અને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-264 કિંમત 26,880/-રૂપીયા તથા કાર મળી 4,26,880/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. ગાડી છોડી નાશી છુટેલ બુટલેગર રોહિતભાઇ બારીયા વિરૂદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.