- આરોપીને મહારાષ્ટ્ર મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો.
વેજલપુર,
પંચમહાલની વેજલપુર પોલીસે છેલ્લા 37 વર્ષથી આંંતરરાજ્યના અલગ-અલગ 15 ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડને ઝડપી પાડવા ખડકી ટોલનાકા પાસે વાહન ચેકીંગ હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જીલ્લા પોલીસવડાને મળેલ બાતમીના આધારે મહારાષ્ટ્ર રાજ્યના 1985ના તેમજ 2023ના મલબાર પોલીસ મથકના ગુન્હાના આરોપી તેમજ નાસતો ફરતો વોન્ટેડ આરોપી અનિલ ભગવાનદાસ જયસીંગાનિયા (રહે. ઉલ્લાસનગર, થાણા-મહારાષ્ટ્ર) જેની સામે ખુનની કોશીષ, ખંડણી વસુલી, ગેરકાયદેસર હથિયાર રાખવા, મારામારી, ખોટા દસ્તાવેજો બનાવવા તેમજ ગુન્હા સહિત કાવતરું રચવું જેવા ગુન્હાઓ મહારાષ્ટ્ર અને ગુજરાતના અમદાવાદ મળી 15 જેટલા ગુન્હામાં વોન્ટેડ હોય આ આરોપી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરી વડોદરા, હાલોલ થઈ મધ્યપ્રદેશ, રાજસ્થાન જનાર છે. આરોપીના 8 વર્ષ જુના ફોટાના આધારે શોધવાનો હોય પંચમહાલ વેજલપુર પોલીસ મથકના પો.સ.ઈ. આર.આર.ગોહિલ એ સ્ટાફની ટીમ બનાવી ખડકી ટોલનાકા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકીંગ દરમિયાન આરોપી અનિલ ભગવાનદાસ જયસિંગાનિયાને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીઓ તેની વિરૂદ્ધના ગુન્હાની કબુલાત કર્યા જ્યારે મહારાષ્ટ્ર પોલીસ પણ આરોપીનો કરતાં વેજલપુર પોલીસ મથકે આવતાં વોન્ટેડ આરોપીને સોંંપવામાં આવ્યો.