વેજલપુર PHC માં ફાર્માસીસ્ટ કર્મચારી દ્વારા કોરોના ટેસ્ટનું કૌભાંડ : રેપીડ એન્ટીજન કીટો ઘરમાં રાખી કોરોના ટેસ્ટ કરી લોકો પાસેથી પડાવતો હતો રૂપિયા

ગોધરા,
કાલોલ તાલુકાના વેજલપુર પી.એચ.સી. કેન્દ્રના ફાર્માસીસ્ટ સરકાર દ્વારા ફળવાયેલ કોવિડ-૧૯ રેપીડ એન્ટીજન કીટ દ્વારા કેટલાક દર્દીઓના કોરોના ટેસ્ટ કરે છે. તેવી બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી. પોલીસે વેજલપુર પી.એચ.સી.ના ફાર્માસીસ્ટના ગોધરા મીઠીખાન મહોલ્લા રેહણાંક ઘરમાં છાપો મારીને તપાસ કરતાં રેપીડ એન્ટીજન કીટના ૧૩૫ નંગ કિંમત ૨,૦૨,૫૦૦/-રૂપીયાનો જથ્થો કબ્જો તેની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોન મહામારીની બીજી લહેરમાં કોરોના સંક્રમણ ઝડપ થી ફેલાઈ રહ્યું છે અને મોટા પ્રમાણમાં લોકો કોરોના સંક્રમણના ભોગ બની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે પી.એચ.સી., સી.એચ.સી. કેન્દ્રોની કીટની ફાળવવામાં આવી છે. કાલોલ તાલુકાના વેજલપુર પી.એચ.સી.કેન્દ્રમાંપણ રેપીડ એન્ટીજન કીટનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. વેજલપુર પી.એચ.સી.માં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા રીઝવાન અહેમદભાઈ જમાલ (રહે.રાણી મજીસ્દ મીઠીખાન મહોલ્લા) જે પોતાના ઘરે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાંં આવી છે. તેવી કોવિડ-૧૯ રેપીડ એન્ટીજન કીટ દ્વારા ગેરકાયદેસર રીતે કોરોના દર્દીઓના કોરોન ટેસ્ટ કરવામાં આવે છે. તેવી બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી. એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે વેજલપુર પી.એચ.સી.ના ફાર્માસીસ્ટના રહેણાંક ઘરમાં રેઈડ સમય જીલ્લા ફાર્માસીસ્ટ અધિકારીને સાથે રાખીને રેઈડ કરી હતી. અને ઘરમાં તપાસ દરમ્યાન રેપીડ એન્ટીજન કીટ અલગ-અલગ કંપનીના ૭ બોકસ નંગ-૧૩૫ કિંમત ૨,૦૨,૫૦૦/-રૂપીયાના મુદ્દામાલ ફાર્માસીસ્ટ રીઝવાન અહેમદભાઈ જમાલ પાસેથી ગેરકાયદેસર રીતે ઝડપાઈ જવા પામ્યો છે. રીઝવાન પોતે સરકારી કર્મચારી ફાર્માસીસ્ટ હોય અને એન્ટીજન ટેસ્ટ કીટ ઘરે રાખી શકાય ન હોય તેમ જાણતો હોવા છતાં આર્થિક લાભ મેળવી અંગત કામે વપરાશ કરતાં ઝડપાઈ જવા પામ્યો હતો. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Don`t copy text!