વેજલપુર પેટ્રોલ પંપ સામે આઈસર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી રોડ સાઈડના કેબીનને અડફેટમાં લીધું

વેજલપુર,ગોધરા વડોદરા હાઈવે વેજલપુર પેટ્રોલ પંપ સામે આઈસરના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહિ .

ગોધરા વડોદરા હાઇવે વેજલપુર પેટ્રોલ પંપ સામે વહેલી સવારે ચાર વાગ્યાની સુમારે ગોધરા થી કાલોલ તરફ જતી આઈસર જેનો નંબર GJ-27-TD-3718 ના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ડીવાઈડર ચડીને રોડની બાજુમાં આવેલ મકાનો તથા ઘરની બહાર મુકેલ બાઇક ગેરેજનું કેબીનને અડફેટમાં લીધું હતું. સદનસીબે કોઈ જાણ હાની થઈ ન હતી. જેથી વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઘટના બનતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનામાં આઈસરના ચાલકે બાઇક ગેરેજના કેબીનને અડફેટમાં લેતા લાકડાનું કેબીન સંપૂર્ણ તૂટી ગયું હતું અને કોઈ જાણહાની ન થતા લોકોએ રાહતની શ્ર્વાસ લીધી હતી.